Team Chabuk-Gujarat Desk: બોટાદ જિલ્લાના રાણપુરમાં 15 વર્ષની સગીર દીકરીને ગોંધી રાખી બે દિવસ સુધી દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ છે. 14 માર્ચે રાણપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાઈ હતી. જેને ગંભીરતાથી લઈ પોલીસે આરોપી યુવકને ઝડપી લીધો છે.
આરોપ છે કે, ગત તારીખ 11 માર્ચના રોજ રાણપુર તાલુકાના એક ગામના ફરિયાદીની સગીરદીકરી પર દુષ્કર્મ આચરાયું હતું. ધોરણ 10માં અભ્યાસ કરતી 15 વર્ષની સગીરાને રાણપુર તાલુકાના જ 25 વર્ષીય હિંમત શામજી ડાભીએ હવસનો શિકાર બનાવ્યાનો આરોપ છે.
આરોપ છે કે, હિમત ડાભીએ પીડિતાના નાના ભાઈના ફોન પર ફોન કરી સગીરાને પોતાના ઘરે બોલાવી હતી. ત્યારબાદ ફોન કરીને ગામના વાડી વિસ્તારમાં આવેલા સુખાભાઈ ભરવાડની વાડીએ બોલાવી હતી. અને ધમકી આપી હતી કે, કે જો તું નહીં આવે તો તારા નાના ભાઈને જાનથી મારી નાખીશ. ડરી ગયેલી સગીરા વાડીએ પહોંચી હતી જ્યાં નરાધમે જુવારના પાકમાં લઈ જઈ સમયાંતરે 2 વાર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે.
એટલું જ નહીં પીડિતાને 2 દિવસ ગોંધી રાખી હતી. બીજા દિવસે મોકો મળતા જેમ-તેમ કરીને સગીરા ત્યાંથી ભાગી જઈને ઘરે પહોંચી હતી. અને સમગ્ર વાતની હકીકત પરિવારજનોને જણાવી હતી.
પરિવારજનોને સગીરાની તબિયત ઠીક ન લાગતા બોટાદ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. સાથે જ પોલીસને પણ જાણ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીને ઝડલી લીધો હતો. હાલ પોલીસે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત