Team Chabuk-National Desk: ડિસેમ્બર મહિનાના અંતમાં કર્ણાટકમાં હિજાબનો વિવાદ ચરમસીમા પર હતો. આ મુદ્દો છેલ્લે કર્ણાટક હાઈકોર્ટના દ્વારે પહોંચ્યો. હવે તેનું પરિણામ પણ સામે આવ્યું છે. કર્ણાટક હાઈકોર્ટે મંગળવારના રોજ પોતાના ચૂકાદામાં વિદ્યાર્થિનીઓની અરજીને ફગાવી દેતા કહ્યું હતું કે હિજાબ એ ઈસ્લામ ધર્મમાં ફરજીયાત નથી. કોર્ટે કહ્યું કે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને ઈચ્છિત વસ્ત્રો પહેરી શાળામાં આવવાનો અધિકાર નથી. આ કેસ ચાર સવાલની આસપાસ ઘુમે છે. જેના પર એક નજર કરીએ.
પ્રથમ સવાલ એ હતો કે શું હિજાબ ઈસ્લામ ધર્મમાં આવશ્યક ધાર્મિક વ્યવહાર છે? જેના પર કર્ણાટક હાઈકોર્ટે કહ્યું હતું કે હિજાબ ઈસ્લામ ધર્મનું અભિન્ન અંગ નથી. આ ફરજીયાત નથી.
બીજો સવાલ એ હતો કે શું વિદ્યાર્થિનીઓ તેમના પર લગાવવામાં આવેલી રોકનો વિરોધ કરી શકે? જેના જવાબમાં કર્ણાટક હાઈકોર્ટે કહ્યું હતું કે શાળામાં યુનિફોર્મ પહેરતા અટકાવવા એ બાધ્ય નથી. તેનો વિદ્યાર્થીઓ વિરોધ ન કરી શકે.
ત્રીજા સવાલમાં કહેવામાં આવ્યું હતું કે 5 ફેબ્રુઆરીના રોજ યુનિફોર્મ ડ્રેસ કોર્ડ બાદ શાળાઓમાં હિજાબ પર રોક લગાવવામાં આવી હતી શું એ સરકારે મનમાની કરી જાહેર કર્યું હતું? જેના જવાબમાં કર્ણાટક હાઈકોર્ટે કહ્યું હતું કે સરકારની તરફથી યુનિફોર્મ ડ્રેસ કોર્ડ જાહેર કરનારો નિર્ણય રદ્દ નહીં કરવામાં આવે. કોર્ટે કહ્યું કે અરજી કરનારાઓ એવું કોઈ તથ્ય રજૂ નથી કરી શક્યા કે સરકારે આ નિર્ણય મનમાની કરી લાગુ કર્યો હતો.
ચોથો સવાલ હતો કે શું પ્રતિવાદીની વિરુદ્ધ કોઈ પ્રકારની અનુશાસનાત્મક તપાસ થશે? જેના પર કહેવામાં આવ્યું કે અત્યાર સુધી આ પ્રકારની કોઈ તૈયારી નથી. અરજીકર્તાઓના વકીલ સાહુલે કહ્યું હતું કે હાલ નિર્ણયને જોવામાં આવી રહ્યો છે, તેના પર ચિંતન કર્યાં બાદ સુપ્રીમ કોર્ટનો માર્ગ અપનાવીશું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત