Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરઃ લીંબડી રાજ મહેલમાં 56 કિલો ચાંદી સહિત એન્ટીક વસ્તુઓ ચોરી કરનારી...

સુરેન્દ્રનગરઃ લીંબડી રાજ મહેલમાં 56 કિલો ચાંદી સહિત એન્ટીક વસ્તુઓ ચોરી કરનારી ગેંગ ઝડપાઈ

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરના લીંબડી રાજ મહેલમાં 56 કીલો ચાંદી સહિત એન્ટીક વસ્તુઓની ચોરીના કેસનો ભેદ ઉકેલાયો છે. LCBની ટીમે રાજ મહેલમાં ચોરી કરનારી ગેંગને ઝડપી લીધી છે અને કુલ 24 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ અનેક રાજ મહેલોમાં રજવાડાની જુની એન્ટીક વસ્તુઓની ચોરીને અંજામ આપ્યો છે. હાલ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે. પૂછપરછમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.

સુરેન્દ્રનગરના લીંબડીમાં આવેલા રાજ મહેલમાં માર્ચ મહિનાની શરૂઆતમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો બારી તોડી અલગ અલગ 10 સ્ટ્રોગરૂમમાંથી અલગ-અલગ 45 જેટલી એન્ટિક વસ્તુઓ સહિતની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ ઉપરાંત અંદાજે 56 કિલો ચાંદીના વાસણોની પણ ચોરી કરી હતી.

લીંબડી મહેલનું સંચાલન કરતા નટુભા ઝાલાએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, અજાણ્યા તસ્કરોએ ગ્રાઉન્ડ ફલોરની બારી તિક્ષ્ણ હથિયારથી તોડી અને 10 રૂમના તાળા તોડી રૂમમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ પતરાની પેટીમાં રાખવામાં આવેલી 56 કિલો સુધ્ધ ચાંદી, રાજશાહી વખતના એન્ટિક બે નંગ રેડિયો, હાર્મોનિયમ, બેન્જો, ફુલદાની, ચુસ્કી, જારી, ટ્રે, ફોટોફ્રેમ, પલંગ પાયા, સહિતની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

ચોરી થયેલા માલસામાનની કિમત અંદાજે 40 લાખથી 60 લાખ જેટલી આંકવામાં આવી હતી. પોલીસે શંકા સેવી હતી કે આ મોટી ચોરીમાં રાજ મહેલમાં દરેક જગ્યાએ સીસીટીવી હોવા છતાં એકપણ સીસીટીવીમાં તસ્કરો નહીં દેખાયા જેથી કોઇ જાણભેદુ હોઇ શકે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments