Team Chabuk-Gujarat Desk: ગુજરાતની જળસીમામાંથી જપ્ત કરાયેલી મામલે સૌથી મોટો ખુલાસો થયો છે. કરોડોના ડ્રગ્સની હેરાફેરીના કેસમાં DRIએ ચેન્નઈમાંથી દંપતીની ધરપકડ કરી છે. જેમણે કબૂલ્યું છે કે, જુલાઈ મહિનામાં પણ આવી રીતે ડ્રગ્સ મંગાવાયું હતું. જો કે, એ ડ્રગ્સ કેટલા કિલોગ્રામ અને કેટલી કિંમતનું હતું તે જાણી શકાયું નથી.આ ઉપરાંત આ મામલે અન્ય એક ચોંકાવનારો ખુલાસો પણ થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીએ શ્રીલંકામાં પણ ડ્ર્ગસ મોકલ્યું હતું. જેથી શ્રીલંકા પોલીસે ગુજરાત ATSનો સંપર્ક કર્યો છે.

આગામી સમયમાં આ અંગે ખુલાસો થઈ શકે છે. દાવો છે કે ત્યારે પણ દંપતીએ કરોડોના ડ્રગ્સની હેરાફેરી કરી હતી. આ ઉપરાંત ડ્રગ્સ મંગાવ્યા બાદ તેનું શું કર્યું તે અંગે પણ તપાસ ચાલી રહી છે. દંપતી અને અફઘાનિસ્તાનના ડ્રગ માફિયા વચ્ચે અમિત નામના વ્યક્તિની ભૂમિકા પણ સામે આવી રહી છે. અમિત ભારતમાં આ રીતે ડ્રગ મંગાવી આપતો હતો. મૂળ દિલ્હીનો હોવાની માહિતી મળી છે. આ ઉપરાંત કસ્ટમ હાઉસનો એક કુલદીપસિંહ નામના એક એજન્ટનું પણ નામ ખુલ્યું છે.
ડીઆરઆઈએ ચેન્નઇમાંથી એક એમ.સુધાકર અને તેની પત્ની દુર્ગા વૈશાલીની પણ ધરપકડ કરી છે. આ દંપતીએ જ અફઘાનિસ્તાનથી ડ્રગ્સ મંગાવ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે, આ ડ્રગને અફઘાનિસ્તાનના હસન હુસૈન લિ.કંપનએ વિજયવાડાની અશી ટ્રેડિંગ કંપનીને ડ્રગ્સ મોકલ્યું હતુ જો કે, અધવચ્ચેથી જ DRIએ સફેદ નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો હતો. ટેલ્કમ પાઉડરની આડમાં આ વેપાર ચાલી રહ્યો હતો. આ મામલે અત્યાર સુધીમાં કુલ 7 લોકોની ધરપકડ કરાઈ છે.

એવો દાવો છે કે, આટલી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિશ્વમાં ક્યાંયથી નથી ઝડપાયો. હાલ આ અંગેની ચર્ચા દેશભરમાં થઇ રહી છે. આ મામલે હાલ દિલ્હી, અમદાવાદ, વિજયવાડા, ચેન્નાઈ, મુદ્રા અને અન્ય જગ્યા દરોડા પાડવામાં આવી રહ્યાં છે અને જેમાં અન્ય ખુલાસો થઈ શકે છે. આ કેસમાં DRI અને ATS ઉપરાંત ED પણ તપાસ કરી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત