Team Chabuk-Gujarat Desk: આજના સોશિયલ મીડિયાના જમાનામાં યુવક અને યુવતીઓ ગેરમાર્ગે દોરાય રહ્યા છે. જેનો વધુ એક પુરાવો સુરત શહેરમાંથી સામે આવ્યો છે. અહીં ધોરણ દસમાં અભ્યાસ કરતી એક કિશોરી અને યુવક એપાર્ટમેન્ટમાં રંગરેલીયા મનાવી રહ્યા હતા. કિશોરીએ સ્કૂલ ડ્રેસ પહેર્યો હોવાથી સુરતની અડાજણની સોસાયટીના રહીશોને દાળમાં કંઈક કાળું લાગી રહ્યું હતું. એપાર્ટમેન્ટના લોકોએ આ બેઉં છેલબટાઉને પકડી પાડ્યા હતા અને યુવકને પોલીસને હવાલે કરી દીધો હતો.

સુરત શહેરમાં વારંવાર છેડતી અને દુષ્કર્મની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ છે. તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. આ વખતે તો સ્કૂલ ડ્રેસમાં સજ્જ કિશોરી અને યુવક રંગરેલીયા મનાવતા હોવાનું સામે આવ્યું છે. અડાજણની સોસાયટીના રહીશોનું કહેવું છે કે, આ યુવક અહીં જ સુથારીકામ માટે આવતો હતો અને ઘણી વખત કિશોરીને પણ લાવતો હતો. વારંવાર લાવતો હોય સ્થાનિકોના મનમાં શંકા ઉપજી હતી. બને સોસાયટીમાં પ્રવેશ કરતાં હતાં બાદમાં કલાકો બાદ પાછા ફરતા હતા.

સોસાયટીના રહેવાસીઓએ આ લીલા ઉપરથી પડદો ઉઠાવવાનું નક્કી કર્યું હતું. સોસાયટીની મહિલાએ સાથે રહીને બંનેને પકડી પાડ્યા હતા અને સોસાયટીના પ્રમુખને બોલાવી પોલીસમાં છાનગપતિયાં અંગેની જાણ કરવામાં આવી હતી.

પહેલા તો યુવક કે યુવતી હરફ સુદ્ધા ઉચ્ચારવા તૈયાર નહોતા, પણ પોલીસ આવી જતા યુવક ભાંગી પડ્યો હતો. તેણે પોતાની અને કિશોરીની ઓળખ આપી દીધી હતી. કિશોરીએ પણ પોતાના પરિવારજનોનો નમ્બર આપી દીધો હતો. કિશોરીની માતા આવી હતી અને કિશોરીને થપ્પડ મારી હતી. સામે આવ્યું હતું કે, યુવક પણ કિશોરીની સોસાયટીનો જ છે. શોખીન છે! નીતનવીન કિશોરી અને યુવતીઓને પોતાના પ્રેમજાળમાં ફસાવી શોખ સંતોષે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત