Homeગુર્જર નગરીજૂનાગઢઃ પાણીપુરીના રૂપિયા કોઈ પાસેથી લેવાના નથી તેમ કહી યુવકને પાઈપ વડે...

જૂનાગઢઃ પાણીપુરીના રૂપિયા કોઈ પાસેથી લેવાના નથી તેમ કહી યુવકને પાઈપ વડે ઢોરમાર માર્યો, 3 વિરૂદ્ધ ફરિયાદ

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢમાં દિનપ્રતિદિન ગુનાખોરી વધી રહી છે. શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં ત્રણ લુખ્ખા તત્વોએ એક પાણીપુરીવાળાને ઢોર માર્યો. એટલું જ નહીં તેની પાણીપુરીની લારીમાં પણ તોડફોડ કરી.

મળતી માહિતી મુજબ તાજેતરમાં જ શહેરમાં એક યુવાનની પાણી પુરીની લારી પર 3 શખ્સો ધસી આવ્યા હતા. અને દાદાગીરી કરી કહ્યું હતું કે કોઈ પાસેથી પાણીપુરીના રૂપિયા લેવાના નથી. એટલેથી ન અટકતા આ શખ્સોએ પાણીપુરીવાળાને ભૂંડી ગાળો આપી હતી અને ત્યારબાદ તેના પર પાઈપ વડે હુમલો કર્યો હતો. એટલું જ નહીં જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ,જૂનાગઢમાં રહેતાં શેરસિંહ લચ્છીરામ કુસ્વાહાએ બી-ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, 3 શખ્સ શેરસિંહને પાણીપુરીની લારીએ આવ્યાં હતાં અને કહ્યું હતું કે પાણી પુરીના રૂપિયા કોઈ પાસેથી લેતા નહીં બાદમાં બોલાચાલી કરી હતી.અને શેરસિંહ અને અન્ય સભ્યોને ગાળો ભાંડી હતી.

ગાળો બોલવાની ના પાડતા આરોપીએ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો.અને લારી પર પાઇપ મારી કાચ તોડી નાંખ્યા હતા.આ ઉપરાંત અન્ય ચીજવસ્તુઓને પણ નુકસાન કર્યું હતું. હાલ પોલીસે આ 3 શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments