HomeસિનેમાવાદPathaan Trailer: શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નું ટ્રેલર રિલીઝ, ચાહકોમાં ખુશીનો માહોલ

Pathaan Trailer: શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નું ટ્રેલર રિલીઝ, ચાહકોમાં ખુશીનો માહોલ

Team Chabuk-Entertainment Desk: બોલીવૂડના બાદશાહ શાહરુખ ખાનની ફિલ્મ પઠાણનું ટ્રેલર રિલીઝ થયું છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર સવારનું નંબર વન ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે. કિંગ ખાનના ચાહકો પઠાણનું ટ્રેલર જોઈ ખુશખુશાલ છે. સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નું ટ્રેલર જોઈ તમને ખરેખર મજા આવી જશે. રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર પઠાણના ટ્રેલરની ચર્ચા જોરશોરથી થઈ રહી છે.

સુપરસ્ટાર શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમની ત્રિપુટી ફિલ્મ ‘પઠાણ’ દ્વારા ધમાલ કરવા આવી રહી છે. ‘પઠાણ’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના આ ટ્રેલરમાં એક્શન હાઇલેવલ પર છે. આ સાથે ‘પઠાણ’ના આ ટ્રેલરમાં એકથી એક ચડિયાતા ડાયલોગ વધુ સાંભળવા મળશે.

જ્હોન અબ્રાહમ ફિલ્મના ટ્રેલરમાં પોતાના ખલનાયક રોલથી બધાને પ્રભાવિત કરી રહ્યા છે. શરૂઆતમાં જ્હોન એવું કહેતા સાંભળવા મળે છે કે – ‘એવો હુમલો જે ભારતે ક્યારેય વિચાર્યું પણ નહી હોય’.

કેમ ખાસ છે ટ્રેલર?

ચાહકો ‘પઠાણ’નું ટ્રેલર જોવા માટે ઉત્સુક હતા. ફિલ્મ રિલીઝના 15 દિવસ પહેલાં શાહરુખ-દીપિકાની મોસ્ટ અવેટેડ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં શાહરુખનો દમદાર એક્શન અવતાર જોવા મળ્યો છે. પાવર પેક્ડ એક્શન મોડમાં શાહરુખને જોઈને ચાહકો ખુશ થઈ ગયા છે.

શાહરુખના કિલર એક્શન સીન્સ, ફિઝિક્સ ને દીપિકા સાથેની રોમેન્ટિક કેમિસ્ટ્રીએ ચાહકોનું દિલ જીતી લીધું છે. દીપિકા તથા જ્હોન પણ એક્શન કરતાં જોવા મળ્યા છે. ફિલ્મમાં એક્શન સીન્સ ઘણાં જ કમાલના છે.

વિવાદાસ્પદ ગીત ‘બેશરમ રંગ..’માં દીપિકા પાદુકોણના નિતંબના ક્લોઝઅપ શોટ, સાઇડ પોઝ તથા ‘બહુત તંગ કિયા..’ વખતે દીપિકાનો જે સેન્સેશનલ ડાન્સ છે એ હટાવવામાં આવ્યો છે.

100 કરોડમાં ફિલ્મના રાઇટ્સ વેચાયા
શાહરુખની આ ફિલ્મના મીડિયા રાઇટ્સ અંદાજે 100 કરોડમાં વેચાયા છે. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે અને ફિલ્મમાં જોન અબ્રાહમ પણ લીડ રોલમાં છે.

શાહરુખ ખાન ‘પઠાન’થી ચાર વર્ષ બાદ બિગ સ્ક્રીન પર કમબેક કરી રહ્યો છે. શાહરુખ છેલ્લે 2018માં ‘ઝીરો’માં જોવા મળ્યો હતો. ‘પઠાન’નું બજેટ અંદાજે 250 કરોડ રૂપિયાનું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments