Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં કોરોના વાયરસથી હજારો પરિવાર અસરગ્રસ્ત થઈ રહ્યા છે. ગામડાઓમાં સરકારી હોસ્પિટલમા બેડની અછત છે બીજી તરફ ગરીબ અને મધ્યમવર્ગને ખાનગી હોસ્પિટલનો ખર્ચ પરવડે તેવો નથી ત્યારે સરકારે આવા પરિવારો માટે મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી રાજ્યના 80 લાખથી વધુ લોકોને ફાયદો થશે. રાજ્યમાં જે લોકો પાસે મા અમૃતમ, મા વાત્સલ્યમ્ અને આયુષ્યમાન ભારત કાર્ડ છે તે લોકોને આ નિર્ણયનો સીધો લાભ મળશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, મા અમૃતમ-વાત્સલ્યમ્ તથા આયુષ્યમાન ભારત કાર્ડ રાજ્યના જે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ધરાવે છે તેવા પરિવારોમાં જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય તો તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દરરોજના 5 હજાર સુધીની મર્યાદામાં 10 દિવસના રૂપિયા પચાસ હજાર સુધીની સારવાર વિનામૂલ્યે કરાવી શકશે.
બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં આ લાભ 10મી જુલાઈ 2021 સુધી આવા કાર્ડ ધરાવતા પરિવારોને આપવાનો નિર્ણય કરીને કોરોનાની સારવારના ખર્ચમાં મધ્યમવર્ગીય પરિવારોને મોટી રાહત આપી છે
આ ઉપરાંત રાજ્યના સ્મશાનગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કારની સેવા કામગીરી કરતાં કર્મચારીઓને પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં તેમની કપરી સેવા- કામગીરીને ધ્યાનમાં રાખીને પણ એક નિર્ણય લેવાયો છે.
બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, આવા કર્મચારીઓને કોરોના વોરિયર્સ ગણીને તેમને પણ રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને મળવાપાત્ર તમામ લાભ અપાશે. તારીખ 1 એપ્રિલ 2020ની અસરથી આ લાભ મળવાપાત્ર છે. સ્મશાનગૃહમાં ફરજ બજાવતા આવા કોઈ કર્મચારીનું કોરોનાને કારણે અવસાન થાય તો તેમના પરિવાર-વારસદારોને રાજ્ય સરકાર 25 લાખ રૂપિયાની સહાય આપશે.
આમ રાજ્યમાં એક તરફ કોરોના વાયરસ વધી રહ્યો છે. બીજી તરફ કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે રાજ્ય સરકાર વિવિધ નિર્ણયો લઈને સંક્રમણ અટકાવવાનો પ્રયાસ કરી રહી છે. હાલ મારુ ગામ, કોરોના મુક્ત ગામ અંતર્ગત રાજ્યમાં અલગ-અલગ ગામડાઓમાં કોવિડ કેર સેન્ટર બનાવી લોકોને તાત્કાલિક સારવાર મળે તે અભિયાન પણ ચાલું છે. બીજી તરફ જો કોઈને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડે અને તેમને પણ આર્થિક બોજ સહન ન કરવો પડે તે માટે સરકારે મનોમંથન કરી નિર્ણય લીધો છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત