Homeગુર્જર નગરીએક દિવસની રાહત બાદ ફરી કોરોનાના નવા કેસ 11 હજારને પાર

એક દિવસની રાહત બાદ ફરી કોરોનાના નવા કેસ 11 હજારને પાર

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં એક દિવસની રાહત બાદ આજે ફરીથી કેસમાં નજીવો વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં ફરીથી કોરોનાના નવા દૈનિક કેસનો આંક 11 હજારને પાર કરી ગયો છે. ગઈકાલે મંગળવારે કોરોનાન નવા કેસ 11 હજારથી નીચે નોંધાયા હતા. જો કે કોરોનાના કેસ આજે ફરી 11 હજારને પાર થઈ ગયા છે. રાહતની વાત એ છે કે ડિસ્ચાર્જ થનારા દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

ગુજરાતમાં આજે બુધવારે છેલ્લા 24 કલાકમાં 11 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે જ્યારે 15 હજારથી વધુ લોકોએ કોરોનાને હરાવ્યો છે. સતત બીજા દિવસે 15 હજારથી વધુ દર્દીઓ સ્વસ્થ થયા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 11,017 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને રેકોર્ડબ્રેક 15,264 લોકોએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે સરકારી ચોપડે 102 લોકોના મોત થયાનું નોંધાયા છે. ગુજરાતમાં કેટલાક દિવસથી ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેનાથી હોસ્પિટલોમાં ખાલી બેડની સંખ્યા વધી રહી છે.

અમદાવાદ શહેરમાં આજે નવા કેસનો આંક 3 હજારની નીચે નોંધાયો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના સૌથી વધુ 2795 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 17 લોકોના મોત થયા છે જ્યારે 6725 લોકોને સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સુરત શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 781 કોરોનાના નવા દર્દીઓ સામે આવ્યા છે. સુરત શહેરમાં 1602 દર્દીઓને સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા છે. જ્યારે 9 લોકો મોતને ભેટ્યા છે. વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં 664 નવા કોરોનાના કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં આજે 653 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 5 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 286 નવા કોરોનાના કેસ નોંધાયા છે. 413 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે જ્યારે 5 દર્દીના કોરોનાની સારવાર દરમિયાન મોત થયા છે. જામનગર શહેરામં 305 નવા કેસ નોંધાયા છે, 304 દર્દીઓ સાજા થયા છે અને 6 લોકોના મોત થયા છે. ભાવનગર શહેરમાં 292 નવા કોરોનાના કેસ નોંધાયા છે, 297 દર્દીઓને સાજા થતાં રજા અપાઈ છે અને 3 લોકોના મોત થયા છે.

સતત બીજા દિવસે 15 હજારથી વધુ દર્દીઓ સાજા થયા

રાજ્યમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. સતત બીજા દિવસે 15 હજારથી વધુ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. હાલ કુલ 1,27,483 કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 804 દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યા છે જ્યારે 1,26,679 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાઇરસના કારણે સરકારી ચોપડે 8731 મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધી રાજ્યમાં 5,78,397 લોકોએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થતાં રાજ્યનો રીકવરી રેટ 80.94 ટકાએ પહોંચી ગયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,87,724 લોકોને રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 10,856,456 વ્યક્તિઓને રસીનો પ્રથમ ડોઝ અને 3,710,630 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. આમ કુલ 1,45,67,089 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 18 થી 44 વર્ષના કુલ 33,450 વ્યક્તિને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે 45થી વધુની ઉંમરના કુલ 44,146 લોકોને રસીનો પ્રથમ અને 90,646 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. આજે 6507 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 12975 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments