શૈલેષ નાઘેરાઃ હજુ થોડા દિવસ પહેલાં જ ખેડૂત પર કમોસમી વરસાદ મુસીબત બનીને પડ્યો હતો હવે ફરીથી ખેડૂતોની ચિંતામાં વધારો થાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગનું માનીએ તો આગામી 17 મેથી 19મે સુધીમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારે વાવાઝોડું અને વરસાદ ત્રાટકવાની શક્યતા છે.
ગીરસોમનાથ જિલ્લા સહીત સૌરાષ્ટ્રના દરિયાકિનારાના જિલ્લાઓમાં નવી આફત દસ્તક દઈ રહી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી તારીખ 17મેથી 19મે વચ્ચે સૌરાષ્ટ્રના દરિયા કિનારે વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. શુક્રવારે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાની શક્યતા છે તે બીજા દિવસે મજબુત બની ડિપ્રેશનમાં બદલાશે અને સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર વાવાઝોડું બની ત્રાટકી શકે છે. આ પલટાયેલા હવામાન વચ્ચે દરિયાકિનારાના જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પણ પડી શકે છે.
બીજી તરફ માછીમારોને પણ અલર્ટ કરી દેવામાં આવ્યા છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને ગોવાના દરિયા કિનારા વિસ્તારમાં પણ વાવાઝોડાનો ખતરો છે. જેથી કોસ્ટ ગાર્ડે જહાજ અને હેલિકોપ્ટર દ્વારા માછીમારોને તાત્કાલિક તટીય વિસ્તારોમાં જવા સૂચના આપી દીધી છે.
સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં વાવાઝોડાનું સંકટ, આ તારીખે ત્રાટકી શકે વાવાઝોડું#cyclone #Gujarat pic.twitter.com/eyL6WkgvnO
— thechabuk (@thechabuk) May 12, 2021
છેલ્લા એક પખવાડિયાથી જૂનાગઢ, ગીરસોમનાથ સહીત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ પડ્યો છે.જૂનાગઢ, સાસણ-ગીર, ગીરગઢડા પંથકમાં ગત સપ્તાહે પડેલા વરસાદે રવિ પાકને નુકસાની પહોચાડી છે. હજુ પણ સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં આ માહોલ યથાવત છે ત્યાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગે આગાહી કરી ચિંતામાં વધારો કર્યો છે.
યુનિવર્સિટીના ગ્રામીણ હવામાન વિભાગ દ્વારા કરાયેલી સંભાવના મુજબ કેરળ આસપાસના અરબી સમુદ્રમાં આગામી તા.14 મેના રોજ લો પ્રેશર ઉદભવશે જે બીજા દિવસે ડિપ્રેસનમાં બદલાઈ થઇ જશે, આ ડીપ્રેસનના પરિણામે સૌરાષ્ટ્રના દરિયા કિનારા પરથી તા. 17 થી 19 દરમિયાન વાવાઝોડું ફૂકવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીના પગલે વધુ એક વખત સૌરાષ્ટ્રના દરિયાકિનારાના જિલ્લાઓમાં થોડી ચિંતા ઉભી થઇ છે. વાવાઝોડાની સાથે સાથે વરસાદની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત