Homeગુર્જર નગરીCNG ના ભાવ વધારા મુદ્દે રાજ્યના રીક્ષા ચાલકો હડતાળ પર ઉતરવા મક્કમ,...

CNG ના ભાવ વધારા મુદ્દે રાજ્યના રીક્ષા ચાલકો હડતાળ પર ઉતરવા મક્કમ, 36 કલાક રીક્ષા નહીં દોડે

Team Chabuk-Gujarat Desk: મોંઘવારીના કારણે દેશભરમાં જનતા ત્રાહિમામ છે. દિન પ્રતિદિન પેટ્રોલ-ડીઝલના ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલની સાથે સીએનજીના (cng) ભાવ પણ વધી રહ્યા છે. જેના કારણે વાહનવ્યવહારમાં ભાડામાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સીએનજીના ભાવ વધારા સામે હવે ગુજરાતના રીક્ષા ચાલકોએ બાંયો ચડાવી છે. ભાવ વધારાના વિરોધમાં રીક્ષા ચાલકો હડતાળ પર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે.

સીએનજીના ભાવ વધારાના વિરોધમાં ગુજરાતના રીક્ષા ચાલકો આગામી 15 અને 16 નવેમ્બરના રોજ 36 કલાકની હડતાળ પર ઉતરશે. રીક્ષા ચાલકો સીએનજીના ભાવ વધારાના વિરોધમાં 14 નવેમ્બરના રોજ કાળી પટ્ટી બાંધીને વિરોધ કરશે. 15 અને 16 નવેમ્બરના રોજ રાજ્યભરના રીક્ષા ચાલકો 36 કલાકની હડતાળ કરશે. જેથી રાજ્યભરમાં 15 લાખ સીએનજી રીક્ષાના પૈડા થંભી જવાનો દાવો સમિતિએ કર્યો છે.

સીએનજી (CNG) ભાવ વધારા વિરોધી સમિતિએ આંદોલન માટેનો તખ્તો ઘડી કાઢ્યો છે. જેમાં આવતીકાલે એટલે કે 11 નવેમ્બરના રોજ રાજ્યભરના જુદા જુદા રીક્ષાચાલક યુનિયનોની બેઠક મળશે. 12 તારીખે રીક્ષા ચાલક યુનિયન રાજ્યપાલને આવેદન પત્ર આપી રજૂઆત કરશે. 14 નવેમ્બરે કાળી પટ્ટી બાંધી રીક્ષાચાલકો વિરોધ કરશે અને ત્યારબાદ 15 અને 16 નવેમ્બરે રીક્ષા ચાલકો 36 કલાકની હડતાળ પર ઉતરશે. જેમાં રાજ્યભરમાં 15 લાખ રીક્ષાના પૈડા થંભી જવાનો સમિતિએ દાવો કર્યો છે.

આ હડતાળ વિશે સીએનજી ભાવ વધારા વિરોધી સમિતિના અશોક પંજાબીએ જણાવ્યું કે, CNGના ભાવમાં ઘટાડો કરવા સહિત આર્થિક સહાય આપી રીક્ષા ભાડું વધારવાની માંગ કરી છે. મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા મંત્રી પૂર્ણેશ મોદી સાથે બેઠક યોજાઈ હતી. જેમાં બેથી ત્રણ વ્યક્તિને બોલાવી ભાવ વધારો મંજૂર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યો છે. જેથી હવે 18 રૂપિયાથી વધારી મિનિમમ ભાડું 20 રૂપિયા કરવાની માંગ કરવામાં આવી રહી છે. સાથે પેટ્રોલ-ડીઝલમાં વેટનો ઘટાડો કર્યો તેવી જ રીતે CNG ના ભાવમાં પણ વેટ ઘટાડી રાહત આપવાની માંગ રીક્ષા ચાલકો કરી રહ્યા છે.

આ સાથે જ 15 તારીખ બાદ પણ માગ નહીં સ્વીકારાય તો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારાઈ છે. જો માગ નહીં સંતોષાય તો 21 તારીખથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવા રીક્ષા ચાલકો મક્કમ છે.

advertisement-1

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments