Homeગામનાં ચોરેહવે ચંદ્ર પર 2025માં મનુષ્યો જશે, આ કારણે મિશન એક વર્ષ પાછળ...

હવે ચંદ્ર પર 2025માં મનુષ્યો જશે, આ કારણે મિશન એક વર્ષ પાછળ ઠેલવવું પડ્યું

Team Chabuk- Science Desk: ચંદ્રની સપાટી પર મનુષ્યોને મોકલવાના પોતાના મિશનને નાસાએ એક વર્ષ વધારે પાછળ ઠેલવી દીધું છે. પહેલા 2024 સુધીમાં ચંદ્ર પર અંતરિક્ષ યાત્રીઓને મોકલવાનો નિર્ધારિત સમય નક્કી કરવામાં આવ્યો હતો. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હતો. જોકે મંગળવારે નાસાના પ્રમુખ દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે હવે 2025 સુધીમાં અંતરિક્ષ યાત્રીઓને ચંદ્રની સપાટી પર મોકલવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે.  

આર્ટમિસ નામના આ મિશન હેઠળ લેન્ડિંગ યાનના નિર્માણમાં મોડું થઈ રહ્યું છે. નાસા સાથે જોડાયેલા બિલ નેલ્સને જણાવ્યું હતું કે આર્ટેમિસ યાનના નિર્માણ માટે સ્પેસ એક્સ સાથેના અનુબંધને લઈ કાયદાકીય કાર્યવાહીના કારણોસર મોડું થઈ રહ્યું છે. જેથી આ મિશનને એક વર્ષ માટે લંબાવવામાં આવ્યું છે.

તો બીજી તરફ નાસા પ્રમુખે કહ્યું હતું કે, આર્ટેમિસ-3ના નિર્માણ માટે સ્પેસએક્સની સાથે કાયદાકીય તકરાર ચાલી રહી છે. કોર્ટ કચેરીમાં સાત મહિના કરતા અતિરિક્ત સમયનો વ્યય થઈ ચૂક્યો છે. જેથી આ મિશનની 2025 પહેલા શરુ થવાની સંભાવના નથી. આર્ટેમિસ-3 અપોલો-11ની માફક ન માત્ર ચંદ્ર પર ઉતરાણ કરશે પણ ત્યાં કેટલાક દિવસનો ઉતારો પણ કરશે.

જણાવી દઈએ કે અત્યારે વિશ્વભરના ધનકુબેરો અને વૈજ્ઞાનિકોની નજર અવકાશ પર ટકેલી છે. એમેઝોન, વર્જીન ગેલેક્ટિક અને સ્પેસએક્સ જેવી ખાનગી કંપનીઓ લોકોને અંતરિક્ષની મુસાફરી કરાવવામાં લાગી છે. તો નાસા અને ઈસરો જેવી મોટી સંસ્થાઓની નજર મંગળ અને ચંદ્ર પર અટકેલી છે. ભારતે છેલ્લે ચંદ્રયાન-2ને ચંદ્રની સૌથી મુશ્કેલ સપાટી પર ઉતારવાનો પ્રયાસ કર્યો હતો, જેના પર વિશ્વભરના દેશોની નજર ટકેલી હતી. જોકે અણીના સમયે ભારતનો આ પ્રોજેક્ટ નિષ્ફળ પૂરવાર થયો હતો.

advertisement-1

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments