Team Chabuk-Gujarat Desk: કોરોના મહામારી સામે રક્ષણાત્મક ઉપાય એવી કોરોના વેક્સિનેશનની રાજ્યવ્યાપી સઘન કામગીરી અન્વયે તા. 29મી જુલાઇ-2021 સુધીમાં રાજ્યમાં 50 ટકા લોકોને વેકસીનના પ્રથમ ડોઝથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. પર મિલિયન એટલે કે પ્રતિ દસ લાખ લોકોના વેક્સિનેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે.
50 ટકાને પ્રથમ ડોઝ
ગુજરાતમાં 18 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 4,93,20,903 લોકોમાંથી 50 ટકા એટલે કે 2 કરોડ 48 લાખ 56 હજાર 842 લોકોને અત્યાર સુધીમાં કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે. એટલું જ નહી 77 લાખ 57 હજાર 619 લોકોને બીજો ડોઝ આપવામાં આવેલો છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કોરોના વેકસીનેશનની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા દરમિયાન આ વિગતો આપવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ આરોગ્ય તંત્રના કર્મીઓને અભિનંદન પાઠવ્યા
મુખ્યમંત્રીએ રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ માટે હાથ ધરાઇ રહેલી સઘન વેક્સિનેશન ઝૂંબેશમાં સક્રિયતાથી કર્તવ્યરત રહીને આ સિદ્ધિ મેળવવા માટે આરોગ્ય તંત્રના સૌ કર્મીઓને અભિનંદન પાઠવ્યા છે.સમગ્રતયા રાજ્યમાં તા. 29મી જુલાઇના દિવસે 4 લાખ 39 હજાર 45 લોકોને કોરોના રસીથી સાંકળી લેવામાં આવ્યા છે.
કુલ 3 કરોડ 26 લાખથી વધુ લોકોનું રસીકરણ
આમ, મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશાદર્શનમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સૌ કર્મીઓએ કોરોના વેક્સિનેશન આપવા માટે આદરેલી ઝૂંબેશના પરિણામે તા. 29મી જુલાઇ સુધીમાં 3 કરોડ 26 લાખ 14 હજાર 461 ડોઝ આપવામાં આવ્યાં છે.
ગુજરાતમાં તા.29મી જુલાઇ સુધીમાં જે 2 કરોડ 48 લાખ 56 હજાર 842 લોકોને પ્રથમ ડોઝ અપાયો છે તેમાં 19,66,506 હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર, 45થી વધુ વયના 1 કરોડ 20 લાખ 71 હજાર 902 તેમજ 18 થી 44 વયજૂથના 1 કરોડ 8 લાખ 18 હજાર 434 લોકોનો સમાવેશ થાય છે.
રાજ્યમાં કોરોનાના કુલ 27 કેસ નોંધાયા
ગુજરાતમાં આજે એક દિવસમાં કુલ 27 કેસ નોંધાયા છે બીજી તરફ 33 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલ રાજ્યમાં કુલ 268 એક્ટીવ કેસ છે જે પૈકી 5 લોકોની હાલત ગંભીર છે.
ક્યાં કેટલા કેસ ?
નવા 27 કેસમાં 4 કેસ વડોદરા, અમદાવાદ અને આણંદમાં 3-3 કેસ, જામનગર અને નવસારીમાં 2-2 કેસ, અને અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, દાહોદ, ગીર સોમનાથ, જૂનાગઢ ગ્રામ્ય અને જૂનાગઢ શહેર, વડોદરા ગ્રામ્ય અને વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત