Homeગામનાં ચોરેશા માટે પાસપોર્ટમાં હસતા ચહેરાવાળો ફોટો નથી લગાવાતો ?

શા માટે પાસપોર્ટમાં હસતા ચહેરાવાળો ફોટો નથી લગાવાતો ?

Team Chabuk-International Desk: પાસપોર્ટ વિશે આપણે સૌ જાણીએ છીએ. પાસપોર્ટ કોઈ પણ દેશની સરકારે જારી કરેલો દસ્તાવેજ છે. જે આંતરરાષ્ટ્રીય યાત્રા માટે કોઈ પણ વ્યક્તિની ઓળખ અને રાષ્ટ્રીયતાને પ્રમાણિત કરે છે. પાસપોર્ટ વગર કોઈ વ્યક્તિ કોઈ અન્ય દેશમાં જઈને રહી નથી શકતો સિવાય કે કેટલાક અપવાદ દેશ જ્યાં જવા માટે પાસપોર્ટની જરૂર નથી. પાસપોર્ટ વગર અન્ય દેશમાં રહેવું ગેરકાયદેસર છે અને આવું કરવા બદલ કડકમાં કડક સજા પણ થઈ શકે છે.

હસવાની મનાઈ છે !

પાસપોર્ટ બનાવતી વખતે વ્યક્તિનો ફોટો ક્લીક કરવામાં આવે છે. આ દરમિયાન સંબંધિત વ્યક્તિને સૂચના આપવામાં આવે છે કે, ચહેરાને બિલકુલ નેચરલ રાખવાનો છે. હસવાની કોશિશ તો બિલકુલ ન કરતાં. આખરે આવો નિર્દેશ કેમ આપવામાં આવે છે ?

શા માટે નેચરલ ફોટો ?

દુનિયાભરના દેશોમાં આ સંબંધિત વ્યક્તિને આ નિર્દેશ આપવામાં આવે છે. તેનું એક માત્ર કારણ છે કે ફોટો ક્લીયર આવે અને પાસપોર્ટ પર ફોટો ક્લીયર હોય. થોડા વર્ષો પહેલાં ફોટો ક્લીક કરાવતી વખતે ચશ્મા પહેરવાની અને હેરસ્ટાઈલથી ચહેરાને થોડો ઢાંકવાની છૂટ હતી. જો કે, અમેરિકામાં વર્લ્ડ ટ્રેન્ડ સેન્ટરમાં 26/11 હુમલા બાદ બધુ બદલાઈ ગયું.

..તો શંકાના દાયરામાં આવી શકો છો

જે-તે વ્યક્તિ એરપોર્ટ પરના ગેટમાંથી પ્રવેશ કરે છે તો તેમાં લાગેલા કેમેરા વ્યક્તિની ઓળખ પાસપોર્ટમાં લગાવેલા ફોટોના આધારે કરે છે. જો પાસપોર્ટમાં લાગેલા ફોટો સાથે વ્યક્તિનો ચહેરો મેચ થઈ જાય તો તેને સરળતાથી પ્રવેશ મળી જશે. જો આવું ન થયું તો તે વ્યક્તિ શંકાના દાયરામાં આવી જાય છે. આ કારણે પણ પાસપોર્ટ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે, ફોટો સારી રીતે ક્લીક કરાયો હોય.

બાયોમેટ્રીક ટેકનોલોજીનો કમાલ

એરપોર્ટ પર ઉપયોગમાં લેવાતી બાયોમેટ્રીક ટેકનોલોજીએ પાસપોર્ટ અને ફોટોને સંપૂર્ણ રીતે બદલી નાખ્યો. કેટલાક દેશોના પાસપોર્ટમાં તો ચીપ લાગેલી હોય છે. જેમાં સંબંધિત વ્યક્તિનો સંપૂર્ણ બાયોડેટા હોય છે. આ ઉપરાંત પાસપોર્ટમાં લગાવેલા ફોટોમાં ચહેરાના આકારની સંપૂર્ણ જાણકારી હોય છે. આ વિગતોમાં બંને આંખો વચ્ચેનું અંતર, નાક અને દાઢી વચ્ચેનું અંતર તેમજ મોઢાની લંબાઈ, પહોળાઈ અને ગોળાઈની માહિતી હોય છે. જો ફોટો હસતા ચહેરાવાળો લગાવાય તો આ વિગતો અલગ પડી શકે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments