Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તેની સમય મર્યાદા આગામી 31 જૂલાઈથી 1 કલાક ઘટાડવામાં આવી છે. એટલે કે આ 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ હાલ રાત્રીના 10 થી સવારે 6 વાગ્યા સુધીનો છે તે 31 જૂલાઈથી રાત્રિના 11થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે. આ 8 મહાનગરોમાં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે
રાજયમાં હાલ જાહેર સમારંભો ખુલ્લી જગ્યામાં યોજવામાં જે 200 વ્યક્તિઓની મર્યાદા છે તે તારીખ 31 જૂલાઈથી વધારીને 400 વ્યક્તિઓની કરવામાં આવી છે.આવા કાર્યક્રમોનું જો બંધ હોલમાં આયોજન કરવામાં આવ્યું હોય તો કુલ બેઠક ક્ષમતાના 50 ટકા પરંતુ મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં અને કોરોના સંક્રમણ નિયંત્રણના નિયમોના સંપૂર્ણ પાલન સાથે આવા સમારોહ યોજવાના રહેશે.સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવમાં સાર્વજનિક ગણેશોત્સવમાં વધુમાં વધુ 4 ફૂટની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીમાં લેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે રાજ્યમાં ધીમે ધીમે કોરોનાનો કહેર ઘટી રહ્યો છે. જો કે, સંભવિત ત્રીજી લહેર સામે લડવા સરકાર સજ્જ છે. જો આજના કોરોનાના કેસની વાત કરવામાં આવે તો રાજ્યમાં એક દિવસમાં માત્ર 28 કેસ નોંધાયા છે. જેની સામે 39 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે રાજ્યમાં આજે એક પણ દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું નથી. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 8 લાખ 14 હજાર 452 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. આ સાથે જ રાજ્યમાં રિકવરી રેટ 98.75 ટકાએ પહોંચી ગયો છે.
ક્યાં કેટલા કેસ ?
રાજ્યમાં કુલ 28 કેસમાં સૌથી વધુ સુરત શહેરમાં 7, અમદાવાદ અને વડોદરામાં 3-3, ગાંધીનગર, દાહોદ અને પંચમહાલમાં 2 કેસ નોંધાયા છે. આ ઉપરાંત અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર, મોરબી, સાબરકાંઠા, સુરત ગ્રામ્ય અને વડોદરા ગ્રામ્યમાં 1-1 કેસ નોંધાયા છે.હાલ રાજ્યમાં કુલ 274 એક્ટીવ કેસ છે જેમાંથી કુલ 5 દર્દીઓની હાલત ગંભીર છે જ્યારે 269 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 10 હજાર 76 લોકો કોરોનાના કારણે જીવ ગુમાવી ચુક્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત