Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશની સંત નગર પોલીસે એક પોલીસ સાહેબને તેમના ઘરમાંથી જ ગંજી અને ટુવાલ સાથે ઉઠાવી ગઈ. આ પોલીસ સાહેબ લાંચિયા છે. લાંચ લેતા પકડાયા હતા. એન્ટી કરપ્શન બ્યૂરોએ તેમને રંગેહાથ પકડી લીધા હતા અને તાત્કાલિક ધરપકડ કરી લેવામાં આવી હતી. રામ મિલન નામના આ પોલીસ સાહેબ ઘનઘટા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. એન્ટી કરપ્શનના ઓફિસરોએ જણાવ્યું કે, આ પોલીસ અધિકારીને દસ હજાર રૂપિયાની લાંચમાં પકડવામાં આવ્યો છે.
ઉત્તર પ્રદેશના સંત કબીર નગર જિલ્લાના ઘનઘટા પોલીસ સ્ટેશનમાં રામ મિલન યાદવ ફરજ બજાવી રહ્યા હતા. આ પોલીસ પાસે કર્માખાન ગામના રહેવાસી અબ્દુલ ખાન નામના એક વ્યક્તિનો કેસ હતો. પોલીસ રામ મિલન યાદવ પર આરોપ છે કે અબ્દુલ ખાનની ફરિયાદ દાખલ કરવાના તેણે દસ હજાર રૂપિયા માગ્યા હતા. અબ્દુલ ખાને આરોપ લગાવ્યો હતો કે તેના વિરોધીઓએ તેની સાથે 4 મેનાં રોજ ઘરમાં ઘુસીને મારપીટ કરી હતી. તેણે આ ઘટનાની જાણકારી એસપી અને ડીજીપી કક્ષાનાં ઓફિસરને આપી હતી. જે પછી તેનો કેસ ફાઈલ કરી આપવાની ઓફિસરોએ ધરપત આપેલી. ઘનઘટા પોલીસ સ્ટેશનમાં હાજર ઓફિસર રામ મિલન યાદવને આ કેસ સોંપવામાં આવ્યો હતો. આરોપ લાગ્યો કે તેણે કેસ દાખલ કરવાના રૂપિયા માગ્યા.
અબ્દુલ્લાનો આરોપ છે કે આ પોલીસ ઓફિસર તેને વારંવાર ફોન કરીને તેની પાસેથી લાંચના પૈસા માગતો હતો. અબ્દુલે એન્ટી કરપ્શન બ્યૂરોને આ અંગે જણાવ્યું હતું. એન્ટી કરપ્શને કાર્યવાહી કરી હતી. અબ્દુલને પૈસા લઈ પોલીસ ઓફિસરના ઘરે મોકલ્યો હતો. રામ મિલન યાદવે પોતાના ક્વાર્ટરમાં પૈસા લેતાની સાથે જ એન્ટી કરપ્શન બ્યૂરોએ તેને પકડી લીધો હતો.
જ્યારે આ રુશ્વતિયાં પોલીસ ઓફિસરની ધરપકડ કરવામાં આવી ત્યારે તે ગંજી અને ટુવાલમાં હતો. આ જ સ્થિતિમાં તેને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો. અને આ જ સ્થિતિમાં તેને જેલના સળિયાની પાછળ ધકેલી દેવામાં આવ્યો. એન્ટી કરપ્શન બ્યૂરોના અધિકારીએ જણાવ્યું હતું કે, લાંચિયા પોલીસ ઓફિસરને કુલ દસ હજાર રૂપિયા સાથે પકડી પાડવામાં આવ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત