Homeગુર્જર નગરીઅમદાવાદમાં કોરોનાની રસી લેવા માટે લોકોએ ધક્કામુક્કી કરી

અમદાવાદમાં કોરોનાની રસી લેવા માટે લોકોએ ધક્કામુક્કી કરી

Team Chabuk-Gujarat Desk: રાજ્ય સહિત દેશભરમાં 21 જૂનથી રસીકરણ પ્રક્રિયામાં ઝડપ લાવવા માટે સરકારે પ્રયત્નો શરૂ કર્યા છે. રાજ્યમાં ઝડપથી કોરોનાનું રસીકરણ થાય તે માટે હવે સ્થળ પર જઈને જ રજિસ્ટ્રેશન કરીને રસી લઈ શકાય તેવું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આ નિર્ણય આવકારદાયક છે પરંતુ સ્થળ પર જઈને રજિસ્ટ્રેશન કરવાના કરવાના કારણે ઘણી જગ્યાએ અવ્યવસ્થા પણ સર્જાઈ રહી છે. આવા અવ્યવસ્થાના દ્રશ્યો આજે અમદાવાદમાં જોવા મળ્યા.

અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં એક રસીકરણ કેન્દ્ર પર મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો પણ ઉલાલિયો થઈ ગયો. અમદાવાદના વેજલપુરમાં આયોજિક રસીકરણ કેમ્પના સ્થળે આયોજનના અભાવના કારણે 100થી વધુ લોકો લાઈનમાં ધક્કે ચઢ્યા હતા. રસીકરણ કેમ્પના સ્થળે ટોકન સિસ્ટમ ન હોવાના કારણે લોકોમાં કોરોનાની રસી લેવામાં પડાપડી થઈ હતી.

વેજલપુર વિસ્તારમાં ધારાસભ્ય કિશોર ચૌહાણ દ્વારા કોરના રસીકરણ કેમ્પનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. વેજલપુર વિસ્તારના સાનિધ્ય પાર્ટી પ્લોટમાં આ રસીકરણ કેમ્પ યોજાયો હતો. જો કે તંત્ર અને આયોજકો દ્વારા રસી લેવા માટે કોઈ ટોકન સિસ્ટમ ન હોવાના કારણે લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ. લોકોના ટોળા રસી લેવા માટે ઉમટી પડ્યા હતા. રસીકરણ સ્થળ પર વ્યવસ્થાના અભાવે લોકો લાઈનમાં ધક્કે ચઢ્યા હતા. લોકોએ રસી લેવા માટે ધક્કામુક્કી કરી હતી. જેના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનો પણ ભંગ થતો દેખાયો હતો.

વેજલપુરમાં બનેલા આ બનાવની જાણ થતાં જ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. મહત્વનું છે કે સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા ઝડપથી લોકોને કોરોનાની રસી આપી શકાય તે માટે કોરોના કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ પ્રકારે અવ્યવસ્થા સર્જાતા કોરોના વિસ્ફોટ થવાનો ભય ઉભો થઈ રહ્યો છે. કોરોનાની બીજી લહેર માંડ માંડ શાંત પડી છે ત્યારે આ પ્રકારના દ્રશ્યો જોવા મળતાં ફરી કોરોના ઉથલો મારશે તેવું લાગી રહ્યું છે.

અમદાવાદમાં 1 લાખના લક્ષ્યાંકને પહોંચી વળવા પ્રયત્નો શરૂ કરાયા છે. આ મામલે AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું કે, અમદાવાદમાં તમામ વિસ્તારમાં ઓફલાઈન રજિસ્ટ્રેશનને પગલે થોડી અવ્યવસ્થા થઈ છે. અમે તેમાં સુધારો કરીએ છીએ. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments