Team Chabuk-Gujarat Desk: કોરોનામાં ક્વોરન્ટાઈન અને ખાસ અલગ રહેવું અત્યંત આવશ્યક છે જેથી વાઈરસનું સંક્રમણ ન ફેલાય પણ વડોદરામાં કોરોના જાતિય સંબંધની ઈચ્છા માટે બાધારૂપ થતાં હવે પતિ અને પત્નીનો કિસ્સો છાપે તો ચડ્યો જ છે, પણ સાથે સાથે છૂટાછેડાની કગાર પર આવીને ઊભો રહી ગયો હતો. જોકે અભયમની ટીમ ખરા ટાણે કામ આવી જતાં આ મુદ્દાનો સમાધાનરૂપી અંત આવ્યો હતો.
આ સમગ્ર ઘટના છે વડોદરાના ગોરવા કરોડિયા વિસ્તારની. અહીં એક 27 વર્ષીય મહિલા કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે જેથી તે પતિ અને એક બાળકથી અલગ રૂમમાં ક્વોરન્ટાઈન થઈ છે. આ મહિલાએ અભયમમાં પતિ ત્રાસ આપતો હોવાની ફરિયાદ નોંધવતા તાત્કાલિક અભયમની ટીમ પહોંચી હતી અને અહીં તેમને સમગ્ર પરિસ્થિતિ વિષે જે જાણવા મળ્યું તેનાથી કૌતુક સર્જાયું હતું.
કોરોના મહામારીમાં પણ પરણિતાનો પતિ તેને સેક્સ કરવા માટે દબાણ કરતો હતો. જોકે પત્ની કોરોના સંક્રમિત હોવાથી નહોતી ઈચ્છતી કે તેનો ચેપ બીજાને લાગે, પણ જાતિય સંબંધ બાંધવા માટે હવાતિયાં મારતા પતિએ પત્નીને ફટકાર લગાવી હતી અને તેને ઘરેથી નીકળી જવા માટે દબાણ કર્યું હતું.
વાત અહીંથી આગળ વધતા છૂટાછેડાના દ્વારે આવીને ઊભી રહી ગઈ હતી. જેથી બાદમાં પત્નીને અભયમનું શરણ લેવું પડ્યું હતું. 181માં ફોન કરતા અભયમની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને પરણિતાની સમગ્ર વાત સાંભળ્યા બાદ પતિની મુલાકાત લીધી હતી અને તેમની સાથે વિગતવાર વાત કરી આ ગંભીર કોયડાનો ઉકેલ લાવ્યો હતો. હાલ તો આ ઘટનાનો હેપ્પી એન્ડીંગ આવ્યો છે, પણ ઠેર ઠેર કોરોના હવે લોકોના જીવનમાં શું શું કરાવશેની વાતોએ ચર્ચા જગાવી છે.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ