Homeસિનેમાવાદમાર્વેલ સ્ટુડિયોની સુપરહીરો ફિલ્મમાં ફરહાન કયા સુપરહીરોનું પાત્ર ભજવી રહ્યો છે ?

માર્વેલ સ્ટુડિયોની સુપરહીરો ફિલ્મમાં ફરહાન કયા સુપરહીરોનું પાત્ર ભજવી રહ્યો છે ?

ઝાલાવાડી જલજીરા: ફરહાન અખ્તર જેણે દિલ ચાહતા હૈ જેવી મસ્ત ફિલ્મ બનાવી. ભાગ મિલ્ખા ભાગમાં ઉમદા અભિનય કર્યો, એને લોટરી લાગી ગઈ હોવાના સમાચાર મીડિયા વર્તુળમાં ફરી રહ્યા છે. કાલથી સોશિયલ મીડિયામાં ફરહાન ચમકવા લાગ્યો છે. તેની મજાક પણ ઉડે છે અને તેના વખાણ પણ થઈ રહ્યા છે. હિન્દુસ્તાનનાં કોઈ પણ અભિનેતાને ઈચ્છા હોય કે તે ઈન્ટરનેશનલ પ્રોજેક્ટમાં ચમકે અને અત્યારે ઈન્ટરનેશનલ પ્રોજેક્ટ એટલે માર્વેલ કોમિક્સ મીન્સ કે માર્વેલ સ્ટુડિયો.

માર્વેલ સ્ટુડિયો ધરતી પર એકહથ્થુ વર્ચસ્વ ભોગવતી ફિલ્મી કંપની છે. અરબોની કમાણી કરીને બેઠી છે. કાલ્પનિક સુપરહીરોને વાસ્તવિક માની લેવા મજબૂર કરે તે હદનું કામ તેણે કર્યું છે. હવે સમાચાર એવા છે કે ફરહાન અખ્તર બેંગકોકમાં આ માર્વેલ સ્ટુડિયોની સાથે ફિલ્મ કરી રહ્યો છે. મુંબઈ છોડતા પહેલા તેણે આ અંગેની કોઈ વાત નહોતી કરી. ફરહાન મૌન રહેવામા માને છે. ક્યાં તેણે તુફાન વિષે, કે ભાગ મિલ્ખા ભાગ ફિલ્મ કરી રહ્યો છું, એના વિષે આપણને કંઈ કહ્યું હતું. અરે એ અભિનય ક્ષેત્રમાં પગ મૂકી રહ્યો છે કે, હવે ગીત ગાવાનો છે, તે પણ ક્યાં કોઈને કહ્યું હતું. વાત કરીને નહીં, કરીને બતાવો.

બેંગકોકમાં ફરહાનની સાથે આંતરાષ્ટ્રીય સ્તરના અભિનેતાઓ અને અભિનેત્રીઓ હોવાની ખબરો છે. અને આ બધા માર્વેલ પ્રોજેક્ટ માટે છે. વિચારો અત્યારે માર્વલ સ્ટુડિયો કઈ કઈ ફિલ્મ કે વેબસિરીઝ બનાવી રહ્યું છે? સ્પાઈડર મેન-3 જેનું શૂટિંગ તો પૂર્ણ થયાના સમાચાર હતા. થોર લવ એન્ડ થન્ડર, ડોક્ટર સ્ટ્રેન્જ. આ ત્રણ મોટા પ્રોજેક્ટ અત્યારે ચાલી રહ્યા છે. બાકીના અન્ય નાના પ્રોજેક્ટ છે, પણ આ ત્રણમાંથી બેનું શૂટિંગ ચાલું છે. માની શકાય કે ફરહાન બીજે ક્યાંય નહીં પણ આ જ  ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હોય. મતબલ કે ક્રિસ હેમ્સવર્થ કે બેન્ડીટ કેમ્બરબિચ સાથે!

જોકે પછી પેટી ખોલોને સાપની જગ્યાએ છંછૂદર નીકળે તો અમને ન કહેતા, કારણ કે મીડિયાની તો વાતો ફેલાવવાની જૂની આદત છે, પણ આટલી બધી મીડિયા સળંગ, એકધારી, વારંવાર અને કાલથી કહી રહી હોય અર્થાત્ દાળમાં કંઈક તો કાળું છે ઝાલાવાડી જલજીરા.

ફરહાન જેવા અભિનેતાને ફિલ્મ મળે તો તે ફિલ્મનું જ સૌભાગ્ય ગણો, કારણ કે ફરહાનમાં તમામ કૌશલ્યો છે. એ ગીત ગાઈ છે, અભિનય કરે છે, દિગ્દર્શન કરે છે, પ્રોડ્યુસર છે, તે પોતાની બોડીને પાત્ર પ્રમાણે ઢાળી શકવાનું ક્રિશ્ચન બેલ કે સાઉથ સ્ટાર વિક્રમની જેમ કૌવત ધરાવે છે. આટલા મહેનતું માણસ માટે જ આવી ફિલ્મો બની હોય છે. અને ફરહાનને જો આ ફિલ્મ હકીકતે મળી છે તો હરખાવાની જરૂર છે. ઈરફાન ખાને એક સમયે કહેલું કે, ‘હોલિવુડમાં કામ લેવું એ બોલિવુડ કરતાં પચાસ ગણું અઘરું છે.’

હવે મેઈન હેડિંગની વાત. કયા સુપરહીરોનો રોલ પ્લે કરી રહ્યો છે ફરહાન? ભાઈ અમને ખબર નથી. અમે વેબસાઈટથી લઈને એક એક જગ્યાએ ફંફોસ્યું પણ માહિતી મળી જ નહીં. શેરલોક હોમ્સ થયા છતાં ન મળી. કાં તો હવે ફોટોગ્રાફ વાઈરલ થશે, કાં તો ટ્રેલર (જેમાં ભારતીયો કલાકારોનું ઓછું ફૂટેજ હોય છે), કાં તો ફિલ્મમાં ખ્યાલ આવશે કે ફરહાન માર્વેલ સ્ટુડિયો માટે શું બન્યો છે. બસ, ભાગ ફરહાન ભાગ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments