Homeગામનાં ચોરેબંગાળમાં ગયેલા બિહારના પોલીસ ઓફિસરની ટોળાએ હત્યા કરી નાખી!

બંગાળમાં ગયેલા બિહારના પોલીસ ઓફિસરની ટોળાએ હત્યા કરી નાખી!

Team Chabuk-National Desk: પશ્ચિમ બંગાળમાં બિહારના પોલીસ ઓફિસરની ટોળાએ મારી મારીને હત્યા કરી નાખ્યાની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે. બિહારના કિશનગંજ જિલ્લાના પોલીસ ઓફિસર અશ્વિની કુમાર પોતાની ટીમની સાથે બાઈક ચોરીનાં એક કેસમાં દરોડો પાડવા માટે બિહારની બોર્ડર નજીક આવેલા બંગાળના ઉત્તરી દિનાજપૂર જિલ્લામાં ગયા હતા. 8-9 એપ્રિલની વચ્ચેની આ ઘટના છે જ્યાં સ્થાનિક લોકોએ તેમની ટીમ પર હુમલો કર્યો હતો. જે હુમલામાં અશ્વિની કુમારનું નિધન થયું છે.

પશ્ચિમ બંગાળના ઉત્તરી દિનાજપૂર જિલ્લામાં ગોલપોખર પોલીસ મથકની આ ઘટના છે. પોલીસ મથકની અંડરમાં આવતા પનતાપારા ગામડામાં ટોળાએ કિશનગંજ જિલ્લાના ટાઉન પોલીસ મથકના SHO (સ્ટેશન હાઉસ ઓફિસર) અશ્વિની કુમાર અને તેમની ટૂકડી પર હુમલો કરી દીધો. આ હુમલામાં તેમનો જીવ ચાલ્યો ગયો. અશ્વિની કુમાર એક બાઈક ચોરને પકડવા માટે બંગાળના પનતાપારા ગામમાં ગયા હતા. ગામડાના લોકોએ પોલીસકર્મીઓને કાઢી મૂક્યા.

બીજી બાજુ પોલીસ સ્ટેશનના અધ્યક્ષ અશ્વિની કુમારની મારી મારીને હત્યા કરી નાખવામાં આવી. આ સમગ્ર ઘટનાની સૂચના મળતા જ બિહારના પૂર્ણિયા રેન્જના આઈજી સુરેશ ચૌધરી અને બંગાળના ઈસ્લામપુરના એસપી આશુતોષ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. એ પછી અશ્વિની કુમારના મૃતદેહને ઈસ્લામપુરના હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો હતો. આઈજી સુરેશ કુમારે કહ્યું કે, અમે લોકો આગામી સમયમાં જોઈન્ટ રેડ કરીને અપરાધિઓ પર કાર્યવાહી કરીશું.

મળતી માહિતી પ્રમાણે અશ્વિની કુમાર પૂર્ણિયા જિલ્લાના જાનકી નગર વિસ્તારના રહેવાસી હતા. 1994ની બેન્ચના ઈન્સ્પેક્ટર અશ્વિની એક વર્ષ પહેલા જ કિશનગંજ ટાઉન પોલીસ મથકના પોલીસ અધ્યક્ષ બન્યા હતા. જિલ્લામાં વધતી જતી ગુનાખોરીની ઘટનાને ડામવા માટે એસપી કુમાર આશીષે ક્રાઈમની મીટિંગમાં તમામ પોલીસ સ્ટેશનના અધ્યક્ષોને આદેશ આપ્યો હતો.

અશ્વિની કુમારને 8 એપ્રિલના રોજ બાઈક ચોરની ધરપકડનો ઓર્ડર મળ્યો હતો. તેમની હત્યા થયા બાદ બિહાર પોલીસ એસોસિએશનના અધ્યક્ષ મૃત્યુંજય કુમાર સિંહે પીડિત પરિવારને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની તરફથી એક-એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments