Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં એક દિવસમાં વધુ 10 હજાર 19 કેસ નોંધાયા છે જેને લઈને રાજ્યમા એક્ટીવ કેસનો આંકડો 55 હજારને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં હાલ કુલ 55 હજાર 798 એક્ટિવ કેસ થયા છે. તો બીજી તરફ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 4 હજાર 831 દર્દીને રજા અપાઈ છે. એક દિવસમાં સૌથી વધુ 3090 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે સુરતમાં પણ એક દિવસમાં નોંધાતા કેસનો આંકડો ત્રણ હજારની નજીક પહોંચ્યો છે. સુરતમાં 2986 કેસ નોઁધાયા છે. રાજ્યમાં કોરોનાથી નવસારી અને વલસાડમાં 1-1 મળી કુલ 2 લોકોએ જીવ પણ ગુમાવ્યો છે.

રાજ્યમાં વડોદરા અને રાજકોટમાં પણ કેસ વધી રહ્યા છે. વડોદરામાં એક દિવસમાં 1 હજાર 274 અને રાજકોટમાં 296 કેસ નોંધાયા.


રાજ્યમાં રસીકરણની ગતિ ધીમી પડી. એક દિવસમાં રાજ્યમાં કુલ 38 હજાર 446 લોકોનું રસીકરણ થયું. રાજ્યમાં કુલ 7 હજાર 17 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો. જ્યારે 15થી અઢાર વર્ષના કુલ 7 હજાર 550 તરૂણને રસી આપવામાં આવી. આ ઉપરાંત 18થી 45 વર્ષના કુલ 12 હજાર 277 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત