Homeગામનાં ચોરે16 વર્ષની આ બેડમિન્ટન ખેલાડી વર્લ્ડ જુનિયર રેંકિંગમાં બની નંબર 1, પિતાએ...

16 વર્ષની આ બેડમિન્ટન ખેલાડી વર્લ્ડ જુનિયર રેંકિંગમાં બની નંબર 1, પિતાએ જ આપી હતી ટ્રેનિંગ

Team chabuk-Gujarat Desk: મહેસાણાની 16 વર્ષની બેડમિન્ટન ખેલાડીએ વિશ્વમાં ગુજરાત અને ભારતનો ડંકો વગાડ્યો છે. બેડમિન્ટનમાં 20 વખત નેશનલ અને છ વખત આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ચેમ્પિયન રહેલી મહેસાણાની 16 વર્ષીય ખેલાડી તસનીમ મીર વર્લ્ડ જુનિયર રેંકિંગમાં નંબર 1 બની છે.

તસનીમના પિતા ઈરફાનભાઈ મહેસાણા પોલીસમાં ASI તરીકે ફરજ બજાવી રહ્યા છે. તસનીમના પિતા પણ લગ્ન પહેલા બેડમિન્ટનમાં રુચિ ધરાવતા હતા અને તેમણે લગ્ન પહેલા જ પહેલેથી જ એક સ્વપ્ન જોયું હતું કે, હું મારા બાળકને બેડમિન્ટન શીખવાડીશ.

તેમના આ સ્વપ્નને સાકાર કરવા તેમણે એક બેડમિન્ટન કોચ તરીકે ટ્રેનિંગ લઈ ને ખૂબ મહેનત કરી હતી. બાદમાં તેમને એક પુત્ર અને પુત્રીનો જન્મ થયો. ત્યારબાદ દીકરી પાંચ વર્ષની થતાં તેને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું. દીકરી સાથે ઈરફાનભાઈ પોતાના નાના ભાઈને પણ ટ્રેનિંગ આપી રહ્યા છે.નાની વયે દીકરી માટે પોતાનું જીવન ન્યોછાવર કરનાર પિતા ઇરફાનભાઈ એ રાત દિવસ મહેનત કરી પોતાની 16 વર્ષીય દીકરી તશનિમને આ અહીં સુધી પહોંચાડી છે.

તસનીમ મીરે થોડા સમય પહેલા જ ધોરણ 10ની પરીક્ષા પાસ કરી છે, ત્યારે અભ્યાસની સાથે બેડમિન્ટન ગેમમાં બહુ મોટી સિદ્ધિ હાંસલ કરી છે અને પોતાના પરિવાર સાથે ગુજરાતનું પણ નામ રોશન કર્યું છે. તશનિમ મીર અત્યાર સુધી બે વાર જુનિયરમાં નેશનલ ચેમ્પિયન થઈ છે તેમજ 22 વાર નેશનલ ચેમ્પિયન થઈ છે અને અનેક પ્રમાણપત્રો તેમજ મેડલ મેળવી ચુકી છે.

આમ, એક દીકરીએ પણ અથાગ મહેનત કરી પોતાના પિતાનું સ્વપ્ન સાકાર કર્યું છે. તશનિમના પિતાને આશા છે કે, આગળ જતાં તસનીમ બડમિન્ટનમાં વધુ સારા કીર્તિમાન સર્જશે અને ગુજરાત તથા દેશનું નામ રોશન કરશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments