Homeગુર્જર નગરીવેરાવળ: સ્વીમિંગ ટ્રેનરે પરણીતા પર દુષ્કર્મ આચર્યું, તાબે ન થઈ તો તેના...

વેરાવળ: સ્વીમિંગ ટ્રેનરે પરણીતા પર દુષ્કર્મ આચર્યું, તાબે ન થઈ તો તેના અશ્લીલ વીડિયો પતિ અને પુત્રને મોકલ્યા

Team Chabuk-Gujarat Desk: વેરાવળ પોલીસે દુષ્કર્મના આરોપમાં એક સ્વીમિંગ ટ્રેનરની ધરપકડ કરી છે. આરોપ છે કે, વેરાવળ શહેરની પરિણીતા સાત વર્ષ પૂર્વે ખાનગી હોટલમાં ચાલતા સ્વિમિંગના ક્લાસમાં સ્વિમિંગ શીખવા માટે ગઈ હતી. એ સમયે વડોદરાના સ્વિમિંગ ટ્રેનરે સંબંધો કેળવી પરિણીતાને મોહજાળમાં ફસાવી ધમકી આપી અનેકવાર દુષ્કર્મ આચર્યુ હતું. એટલું  જ નહીં આ સમયે તેણે પીડિતાનના વીડિયો પણ બનાવી લીધા હતા.

થોડા દિવસ પહેલા બંન્નેના કામક્રીડાના અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આરોપ છે કે, આરોપી આ અશ્લીલ વીડિયો પીડિતાના પતિ અને 20 વર્ષના પુત્રને મોકલી પરેશાન કરતો હતો. હવે સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. વેરાવળ પોલીસે આરોપી સ્વિમિંગના ટ્રેનર વિરુદ્ધ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ વડોદરાથી તેને ઝડપી લીધો છે.

આ અંગે એએસપી ઓમપ્રકાશ જાટે જણાવ્યું હતું કે, વેરાવળની પરિણીતાએ પોલીસમાં વડોદરા રહેતા પ્રકાશ શિમ્પી નામના સ્વીમિંગ ટ્રેનર સામે ફરીયાદ કરી છે. જેમાં તેણે જણાવ્યું છે કે, વર્ષ 2014માં વેરાવળની એક હોટલમાં સ્વિમિંગના કલાસ કરાવત પ્રકાશ શિમ્પી પાસે પીડિત પરિણીતા સ્વીમિંગ શીખવા જતી હતી. એ સમયે ટ્રેનર પ્રકાશ શિમ્પીએ ધીમે ધીમે પરીચય કેળવી પરિણીતાને પોતાની મોહજાળમાં ફસાવી એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યુ હતું અને તેના વીડિયો ઉતારી લીધા હતા. બાદમાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપી અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું.

વધુમાં તપાસનીસ અધિકારી પીઆઈ ડી.ડી.પરમારે જણાવ્યું હતું કે, આરોપી ટ્રેનર પ્રકાશની બળજબરી વધતા અને પીડીતા તાબે ના થતા તેણે થોડા દિવસો પૂર્વે દુષ્કર્મનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

હાલમાં પોલીસે આરોપી પ્રકાશ શિમ્પી વિરુદ્ધ દુષ્કર્મ અને સાયબર ક્રાઇમની વિવિધ કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે. આરોપી મૂળ મૂળ મહારાષ્ટ્રનો છે અને વડોદરા ખાતે ખાનગી શાળામાં સ્વીમિંગ ટ્રેનર તરીકે નોકરી કરે છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments