Homeગુર્જર નગરીકોરોના અપડેટ: રાજ્યમાં કોરોનાને લાગી બ્રેક, એક દિવસમાં કેસ 10 હજારથી નીચે...

કોરોના અપડેટ: રાજ્યમાં કોરોનાને લાગી બ્રેક, એક દિવસમાં કેસ 10 હજારથી નીચે નોંધાયા, એક દિવસમાં 7ના મોત

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં એક દિવસમાં નોંધાતા કોરોનાના કેસને થોડી બ્રેક લાગી છે. જો કે, રાજ્યમાં એક દિવસમાં 7 મોત થતાં લોકોમાં ડર વધ્ય છે. છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો છે. એક દિવસમાં રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો ઘટીને 10 હજારની નીચે પહોંચ્યો છે. એક દિવસમાં રાજ્યમાં કોરોનાના કુલ  9 હજાર 177 નવા કેસ આવ્યા છે જ્યારે 5 હજાર 404 દર્દી ડિસ્ચાર્જ થયા છે. જેમાં સુરત શહેર અને જિલ્લામાં 2497 કેસ જ્યારે અમદાવાદ શહેર અને જિલ્લામાં 2666 કેસ નોંધાયા છે.

રાજ્યમાં એક્ટીવ કેસનો આંકડો વધી રહ્યો છે. ગુજરાતમાં એક્ટીવ કેસનો આંકડો 60 હજાર નજીક પહોંચી ગયો છે. હાલ ગુજરાતમાં કુલ 59 હજાર 564 એક્ટીવ કેસ છે જેમાંથી 60 લોકો વેન્ટીલેટર પર છે જ્યારે 59 હજાર 504 લોકોની હાલત સ્થિર છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments