Team Chabuk-Gujarati: સુરતના રાંદેરમાં સાળીએ પ્રેમી સાથે મળી બનેવી પર હુમલો કરાવ્યો. પ્રેમિકાના ઈશારે પ્રેમી બનેવી પર કુહાડી લઈને તૂટી પડ્યો હતો અને માથા સહિત હાથ પર ઘા માર્યા હતા. હુમલો કરી હત્યાનો પ્રયાસ કરતો વીડિયો સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ છે.
પ્રેમલગ્ન કરતા સાળીને મન દુઃખ થયું હોવાનું ઇજાગ્રસ્ત બનેવી સલીમે જણાવ્યું છે. 18 વર્ષના પ્રેમલગ્નમાં આ 5મો હુમલો થતા પરિવાર ડરના માહોલમાં જીવવા મજબૂર બન્યું છે.
ઈજાગ્રસ્ત યુવકે જણાવવ્યું કે, તે રાંદેરમાં તૈયબા એપાર્ટમેન્ટમાં રહે છે અને નોકરી કરી બે સંતાન સાથે પરિવારનું ગુજરાન ચલાવે છે. 14 મી જાન્યુઆરીએ તે ઘર નજીક ત્રણબત્તી વિસ્તારમાં કામકાજ માટે ગયો હતો. જ્યાં પાછળથી કોઈ ઇસમે માથા પર કુહાડીથી હુમલો કર્યા બાદ ઉપરા ઉપરી કુહાડીના ઘા માર્યા હતા. તપાસ કરતા ખબર પડી હતી કે હુમલો કરનારો સાળીનો પ્રેમી છે અને સાળીના ઈશારે જાનથી મારી નાખવાના ઈરાદે તેના પર હુમલો થયો હતો.
તેણે કહ્યું કે, હુમલા બાદ તે જમીન પર પડી જતા હુમલાખોર ભાગી ગયો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્ત હાલતમાં તેમને સારવાર માટે સિવિલ લઈ જવાયો હતો. ઈજાગ્રસ્ત યુવકને માથાના ભાગે 9 ટાંકા આવ્યા છે. આ ઉપરાત ડાબા હાથની કોણી પર 3 ટાંકા આવ્યા છે. યુવકને હોસ્પિટલમાંથી પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ છે.
ઈજાગ્રસ્ત યવકનો આરોપ છે કે, અગાઉ પણ આજ વ્યક્તિએ મારી સાળીના કહેવા પર વારંવાર હુમલા કર્યા છે. ડોક્ટરોએ પણ માથામાં નાના મગજ પર વાગેલા ઘા બાદ કહ્યું છે તમને નવું જીવન મળ્યું છે. હાલ રાંદેર પોલીસે આ સમગ્ર મુદ્દે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતોજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત