Team Chabuk-Gujarat Desk: નિવૃતિ નજીક હોય ત્યારે કર્મચારી જીવનનું આગામી આયોજન ઘડતો હોય છે, શું વાંચવું, ક્યાં રખડવું, કયા ધામની યાત્રા કરવી, કોની સાથે સમય વિતાવવો અને આવું બધું, પરંતુ નિવૃતિની આડે બે મહિનાની જ વાર હતી અને કોન્સ્ટેબલ સાહેબ ચાર હજાર રૂપિયાની લાંચ લેતા પકડાઈ ગયા.
ખાલી બે મહિનાની જ વાર હતી
આ ઘટના બની છે સુરત શહેરના માંગરોળ પોલીસ સ્ટેશનમાં. અહીં ફરજ બજાવી રહેલા હેડ કોન્સ્ટેબલ સાહેબ બોલાચાલીના કેસમાં ધરપકડ ન કરવાના અવેજ પેટે ચાર હજાર રૂપિયા લેવા જ જતા હતા…. ત્યાં એ.સી.બીએ ગોઠવાયેલા ટ્રેપમાં ફસાઈ ગયા. આશ્ચર્યની વાત એ જ છે કે કોન્સ્ટેબલ સાહેબને નિવૃતિ આડે માત્ર બે મહિનાનો સમયગાળો હતો. બેનાં ચાર કરવા ગયા અને પકડાઈ ગયા.
કેસ શું હતો?
આ હેડકોન્સ્ટેબલનું નામ પ્રવીણસિંહ શાંતુભા ગોહીલ છે. ફરિયાદી અને તેમના સગા વિરુદ્ધમાં થયેલી અરજીની તપાસના કામે, ફરિયાદી અને તેના સગાની તારીખ 12-1-2022ના રોજ અટકાયતી પગલાં લેવાની કાર્યવાહી કરી મામલતદાર સમક્ષ રજૂ કરવાના અવેજ પેટે ફરિયાદી પાસેથી રૂપિયા ચાર હજાર લાંચની માગણી કરી હતી. જોકે આ લાંચની રકમ ફરિયાદી આપવા માગતા નહોતા. ફરિયાદી એસીબીની પાસે ગયા હતા અને એસીબીએ છટકું ગોઠવી લાંચપ્રિય ઓફિસરને પકડી પાડ્યા હતા.
કેવી રીતે પકડાયા?
લાંચિયા હેડકોન્સ્ટેબલ પ્રવીણસિંહ શાંતુભા ગોહીલ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં આવેલ લોખંડના ટાવરની પાસે ફરિયાદી પાસેથી રૂપિયા ચાર હજાર સ્વીકારતા પકડાયા હતા. આરોપી પ્રવીણસિંહ શાંતુભા ગોહીલને એસીબીના અધિકારીઓએ ડિટેઈન કરી તેમની પાસેથી ચાર હજાર રૂપિયાની રકમ રિકવર કરી આગળની કાર્યવાહી હાથી ધરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત