Team Chabuk-Sports Desk: બાંગ્લાદેશ સામે ભારતીય ટીમની સતત બીજી હાર થઈ. આમ હવે સિરીઝમાં બાંગ્લાદેશે અજેય લીડ મેળવી લીધી છે. બાંગ્લાદેશે સિરીઝની બીજી વન ડે 5 રનથી જીતી લીધી છે. 272 રનનો પીછો કરતી ભારતીય ટીમ 50 ઓવરમાં 9 વિકેટે 266 રન બનાવી શકી હતી. સ રોહિત શર્મા ઈજાગ્રસ્ત હોવા છતાં બેટિંગ માટે આવ્યો હતો અને અર્ધસદી પણ ફટકારી હતી. જો કે, ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યો હતો. આગામી મેચ હવે માત્ર ઔપચારિક રહેશે. 7 વર્ષ અગાઉ 2015માં ભારતીય ટીમ બાંગ્લાદેશ પ્રવાસે પહોંચી હતી ત્યારે પણ વન ડે શ્રેણી ગુમાવી હતી.
મેદાન પર એક સમયે ભારતીય બોલર્સે બાંગ્લાદેશના બેટ્સમેનની કમર તોડી નાખી હતી. માત્ર 69 રનમાં પાંચ વિકેટ ઝડપી લીધી હતી. જો કે, મહેંદી હસનની સદીની મદદથી બાંગ્લાદેશે ભારત સામે પડકારજનક સ્કોર મુક્યો. કેપ્ટન લિટ્ટન દાસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આમ ભારતીય ટીમે પ્રથમ બોલિંગ કરી હતી. ભારતીય બોલરોએ શરૂઆતથી જ કહેર વર્તાવવો શરૂ કર્યો હતો. જેને લઈ 19મી ઓવરમાં બાંગ્લાદેશે 6 વિકેટ ગુમાવી દીધી હતી.
ભારતીય ટીમના સુકાનીને મેચની શરૂઆતે જ ઈજા પહોંચી હતી. જેના કારણે ટીમને પહેલાજ ઝટકો લાગ્યો હતો. બીજી તરફ વિરાટ કોહલી લાંબો સમય ક્રીઝ પર ટકી શક્યો નહોતો. કોહલીએ માત્ર 5 જ રનનુ યોગદાન આપ્યુ હતુ. બાદમાં શિખર ઘવન માત્ર 8 રન નોંધાવીને આઉટ થયો. વોશિંગ્ટન સુંદર 11 રન અને ઉપકપ્તાન કેએલ રાહુલ 14 રન બનાવી આઉટ થયો હતો.
Gets hit
— BCCI (@BCCI) December 7, 2022
Comes back for the team
Walks in at No.9 in a run-chase
Scores 51*(28) to get us close to the target
Take a bow captain! 🙌 🙌#TeamIndia | #BANvIND | @ImRo45 pic.twitter.com/v47ykcbMce
ભારતીય ટીમની સ્થિતિને સંભાળવા માટે ઈજા બાદ પણ રોહિત શર્મા બેટિંગ કરવા આવ્યો. પરંતુ તે ઈજાગ્રસ્ત હતો અને તેથી આરામથી બેટિંગ કરી રહ્યો હતો. રોહિતને બેટિંગ કરવી મુશ્કેલ લાગી રહી હતી પરંતુ છતાં તે ટીમ માટે લડતો રહ્યો. તેણે 46મી ઓવરમાં ઇબાદત હુસૈન પર બે સિક્સર ફટકારી હતી. આ પછી 49મી ઓવરના પહેલા અને ત્રીજા બોલ પર મહમુદુલ્લાહ પર પણ સિક્સર ફટકારી હતી. આ ઓવરના છેલ્લા બોલ પર મોહમ્મદ સિરાજ બોલ્ડ થયો હતો.
ભારતને છેલ્લી ઓવરમાં 20 રનની જરૂર હતી જે રોહિતે ફટકારી હતી. તેણે બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. તેણે ત્રીજા બોલ પર ચોગ્ગો પણ માર્યો હતો. ભારતને છેલ્લા બે બોલ પર 12 રનની જરૂર હતી. રોહિતે પાંચમા બોલ પર સિક્સર ફટકારી હતી, પરંતુ તે છેલ્લા બોલ પર રહેમાનના યોર્કર પર સિક્સ મારી શક્યો નહોતો. રોહિતે 28 બોલમાં ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી અણનમ 51 રન બનાવ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત