Homeગુર્જર નગરીઅમદાવાદ: લૂંટારું ધાબા પર ગણતા હતા રૂપિયા ને આવી ગઈ પોલીસ, પૂછપરછમાં...

અમદાવાદ: લૂંટારું ધાબા પર ગણતા હતા રૂપિયા ને આવી ગઈ પોલીસ, પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા

Team Chabuk- Gujarat Desk: અમદાવાદ શહેરમાં આંગડિયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ કરી લૂંટી લેવાના કેસમાં પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લીધા છે. ચાર આરોપી પાસે લૂંટનો 74 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. લૂંટ કરેલ પાર્સલ બેગમાં જીપીએસ સિસ્ટમ હોવાથી આસાનથી આરોપી ઝડપાઈ ગયા છે. મહેસાણાના એક શખ્સે આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટ કરવા માટેની ટીપ આપી હોવાનો ખુલાસો થયો છે..

ચાર આરોપીઓએ આંગડિયા પેઢીના કર્મચારીઓ પર ફાયરિંગ કરી લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો. સમગ્ર ઘટનાની વાત કરીએ તો, ચાર આરોપી કિશન સિંગ મઝવી, ગોવિંદ ઉર્ફે સોનુ રાજાવત, અમિત ઉર્ફે હેપ્પી અને બલરામ ઉર્ફે બલવા રાજાવત ભેગા મળી આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં આરોપીઓ સીટીએમ બ્રિજ નીચેથી બે બાઇકની ચોરી કરી અને ચારથી પાંચ દિવસથી રેકી કરી રહ્યા હતા. જે બાદ ચોરીના બાઇક લઈ ગત સાંજના સમયે ઇન્કમટેક્ષ પાસે આંગડિયા પેઢીના કર્મચારીને આંતરી ફાયરિંગ કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ ભરેલી બેગ લૂંટી ફરાર થઈ ગયા હતા.

આ ઘટનામાં આંગળિયા પેઢીના કર્મચારીને પગના ભાગે એક ગોળી વાગી હતી. લૂંટ કર્યા બાદ આરોપીઓ શાહપુર પાસે ચોરીના બાઇક બિનવારસી મૂકી રિક્ષામાં સરદારનગર જતા રહ્યા હતા. જ્યાં એક મકાનમાં ધાબા પર લૂંટના મુદ્દામાલ સંતાડ્યો હતો. આરોપીઓ આ ઘરના ધાબે જ લૂંટનો ભાગ પાડી રહ્યા હતા ત્યારે જ ક્રાઇમ બ્રાંચ ત્રાટકી હતી અને આરોપીઓને મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી લીધા હતા.

પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે, મહેસાણાના રાજુ ઝાલા નામના વ્યક્તિએ આંગડિયા પેઢીમાં લૂંટ કરવાની ટીપ આપી હતી. જેમાં અમદાવાદના રતન પોળમાં આવેલ કે અશ્વિન આંગડિયા પેઢી, મહેન્દ્ર પ્રવીણ આંગડિયા પેઢી અને માધવ મગન આંગડિયા પેઢીના કર્મચારીઓ ડીસાથી અમદાવાદ બસ મારફતે કિંમતી સામાન પાર્સલ લઈને જતા હોવાની માહિતી આપી હતી. જેના આધારે ચારેય રીઢા આરોપીઓ અમદાવાદમાં લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો.

તો તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, પકડાયેલા ચારેય આરોપી જેલમાં અલગ અલગ ગુનામાં હતા તે સમયે મુલાકાત થઈ હતી. એટલું જ નહીં આરોપી કિશન સિંગ પેરોલ પર બહાર હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments