Homeગુર્જર નગરીકિશન ભરવાડ હત્યા કેસઃ આ હત્યા કોઈ સામાન્ય હત્યા નહીં ષડયંત્ર છેઃ...

કિશન ભરવાડ હત્યા કેસઃ આ હત્યા કોઈ સામાન્ય હત્યા નહીં ષડયંત્ર છેઃ હર્ષ સંઘવી

Team Chabuk-Gujarat Desk: અમદાવાદ જિલ્લાના ધંધુકામાં શહેરમાં માલધારી સમાજના યુવકની હત્યા મામલે ચોંકાવનારા ખુલાસા થયા છે. હત્યા પાછળ અમદાવાદના બે મૌલવીની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. આરોપી મૌલવીએ જ હત્યા કરનારા યુવકને રિવોલ્વર આપી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, આ કોઈ સામાન્ય હત્યા નથી આ એક ષડયંત્ર છે.

અજાણ્યા શખસોએ કરેલી હત્યાના કેસમાં પોલીસે બે શંકાસ્પદ આરોપીને ઝડપી લીધા છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી પોતે મૃતક યુવકનાં પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. તેમણે મૃતક કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા પણ ચચણા પહોંચ્યા છે. હર્ષ સંઘવીએ મૃતકનાં પરિવારજનો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન હર્ષ સંઘવીએ મૃતકનાં પરિવારજનો અને સમાજના આગેવાનો સાથે બંધ બારણે બેઠક કરી હતી. તેમણે કહ્યું કે, આ હત્યા એક ષડયંત્ર છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, કિશનના હત્યારા પકડાઈ ગયા છે. માત્ર હત્યારા જ નહીં, પરંતુ તેની પાછળ તમામ શક્તિ લાગેલી છે તે બધાને અલગ-અલગ ખૂણેથી પકડી લેવામાં આવ્યા છે. કિશનની હત્યા કોઈ સામાન્ય હત્યા નથી. છેલ્લા બે દિવસથી બધા આગેવાનોએ આ ઘટનાના તળિયા સુધી જઈને એ પાછળનાં બધાં કારણો શોધવાનો અમારો ઉદ્દેશ હતો. ભવિષ્યમાં કોઈ યુવાનો સામે આંખ ઊંચી કરીને ન જોઈ શકે એવો દાખલો બેસાડીશું. તેમણે કહ્યું કે, હું પોતે જ આ કેસની તપાસ કરી રહ્યો છું.બીજી તરફ મૃતકના પરિવારજનોએ હત્યારાઓને ફાંસી થાય તેવી માગણી કરી છે.

આ ઘટનાના પડઘા બોટાદ અને રાણપુરમાં પણ પડ્યા છે. બોટાદ અને રાણપુરમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. એ ઉપરાંત રાણપુરના વેપારીઓએ પણ સ્વૈચ્છિક બંધ પાળીને વિરોધ કર્યો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments