Team Chabuk-International Desk: ચીનના વુહાનના વૈજ્ઞાનિકોએ હવે કોરોના વાઈરસ નિયોકોવને (Corona Virus Neocov) લઈ ભયભીત કરતા સમાચાર આપ્યા છે. 2019માં સમગ્ર દુનિયામાં વુહાનમાંથી જ કોરોના વાઈરસ ફેલાયો હતો. હવે ત્યાંના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે દક્ષિણ આફ્રિકામાં નવા પ્રકારનો કોરોના વાઈરસ નિયોકોવ મળ્યો છે. જેનું સંક્રમણ દર અને મૃત્યુદર બંને વધારે છે. જેનાથી સંક્રમિત થયેલા દર ત્રણમાંથી એક વ્યક્તિનો જીવ ચાલ્યો જાય છે.
વુહાનના વૈજ્ઞાનિકોએ કરેલા આ દાવાનો અહેવાલ રશિયન સમાચાર એજન્સી સ્પૂતનિકે જાહેર કર્યો છે. સમગ્ર દુનિયા પહેલાથી જ કોરોનાથી ભયભીત છે. હાલ ઓમિક્રોન અને ડેલ્ટાનું આક્રમણ પરેશાન કરી રહ્યું છે. એવામાં નિયોકોવની (Corona Virus Neocov) ઉપસ્થિતિએ ચિંતા પ્રગટ કરી છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નિયોકોવ વાઈરસ નવો નથી. આ મર્સ કોવ વાઈરસ MERS-CoV virusથી જોડાયેલ છે. 2012માં તે મધ્યપૂર્વના દેશમાં મળી ચૂક્યો છે. જે સાર્સ કોવ-2ને મળતો આવે છે. જેનાથી માણસોમાં કોરોના વાઈરસ ફેલાયો હતો.
નિયોકોવ વાઈરસ દક્ષિણ આફ્રિકામાં ચામાચીડિયામાંથી મળ્યો છે. હાલ તો એ ત્યાંના પક્ષીઓમાં જ ફેલાયો છે. જોકે બાયોરેક્સિવ વેબસાઈટ પર પી-પ્રિન્ટના રૂપમાં પ્રકાશિત થયેલી રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ વાઈરસ અને તેની નજીકનું મનાતું સ્વરૂપ PDF-2180 કોવ (PDF-2180-CoV) માણસોને પણ સંક્રમિત કરી શકે છે. વુહાન યુનિવર્સિટી અને ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ બાયો ફિઝિક્સના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે નિયોકોવનું માત્ર એક મ્યૂટેશન એટલે કે રૂપ પરિવર્તન કરવાથી કોશિકાઓમાં ફેલાવા લાગશે. ચીનના શોધકર્તાઓના જણાવ્યા અનુસાર નિયોકોવનું ઊચ્ચ સંક્રમણ દર એવું છે કે દર ત્રણમાંથી એક વ્યક્તિ મોતને ભેટી શકે છે.
રશિયાના વાયરોલોજી અને બાયોટેકેનોલોજી વિભાગે નિયોકોવને લઈ ગુરૂવારના રોજ નિવેદન જાહેર કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે હાલ નિયોકોન મનુષ્યોમાં સક્રિય રૂપથી ફેલાવવામાં સક્ષમ નથી. હાલ સવાલ એ નથી કે આ કોરોના વાઈરસ મનુષ્યજાતમાં ફેલાય છે કે નહીં, પરંતુ તેનું જોખમ અને ક્ષમતાઓને લઈ અભ્યાસ તથા તપાસ કરવી એ પ્રાથમિકતા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત