Team Chabuk-National Desk: રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ચાલી રહેલી ભરતી હાલ ચર્ચામાં છે. નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ (NTPC)ના પરિણામમાં ગોટાળો થયાના આક્ષેપ સાથે ઉમદવારોએ હોબાળો મચાવ્યો છે. અમુક લોકોએ બિહારમાં રેલવેની સંપત્તિને પણ નુકસાન પહોચાડ્યું હતું. આ સમગ્ર ભરતી પ્રક્રિયા શુ છે? ચાલો જાણીએ.
RRB શું છે? તેની ભૂમિકા અને કાર્ય શું છે?
ભરતી બોર્ડ એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB) ભારત સરકારના રેલવે મંત્રાલય હેઠળ કામ કરે છે. તે મુખ્યત્વે ગ્રુપ ‘C’ કર્મચારીઓની ભરતી કરે છે. દેશભરમાં 21 RRB છે. દરેક RRBમાં એક અધ્યક્ષ, સભ્ય સચિવ અને એક સહાયક સચિવ અને સહાયક બિન-રાજપત્રિત સ્ટાફનો સમાવેશ થાય છે.
RRBએ ભૂતકાળમાં કઇ ભરતી કરી છે?
RRB એ 2,83,747 ખાલી જગ્યાઓ જાહેર કરી છે. વર્ષ 2018થી 1.32 લાખથી વધુ ઉમેદવારોની ભરતી કરી છે. બાકીની ખાલી જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. કોવિડ-19 મહામારી છતાં RRB એ છેલ્લા સાડા ત્રણ વર્ષમાં લગભગ 4 કરોડ ઉમેદવારો માટે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ (CBT) કર્યા છે.
CBT સાથે બે તબક્કામાં ભરતી પ્રક્રિયા શા માટે હાથ ધરવામાં આવે છે?
જો નોટિફિકેશન માટે અરજી કરનારા ઉમેદવારોની સંખ્યા મોટી હોય અને એક કરોડથી વધુ હોય, તો બે તબક્કામાં CBT હાથ ધરવાની સલાહ આપવામાં આવે છે, જેમાં પ્રથમ તબક્કાનો ઉપયોગ બીજા તબક્કા માટે યોગ્ય ઉમેદવારોની સ્ક્રીનિંગ કરવા માટે થાય છે. બીજા તબક્કામાં CBT મર્યાદિત સંખ્યામાં ઉમેદવારો સાથે હાથ ધરવામાં આવે છે જેથી સામાન્ય રીતે કોઈ સામાન્યીકરણ ન થાય અને અંતિમ મેરિટ વધુ ન્યાયી હોય.
CBTના બીજા તબક્કા માટે શોર્ટલિસ્ટ કરવાનો આધાર શું છે?
2015ના રેલવે ભરતી બોર્ડ મેન્યુઅલ મુજબ, ઉમેદવારોને ખાલી જગ્યાઓ કરતાં 10 ગણી નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ (NTPC)ના બીજા તબક્કાના CBT માટે બોલાવવા જોઈએ. આ અગાઉના સેન્ટ્રલાઈઝ્ડ એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન (CEN) 02/2010 (સ્નાતકો માટે) અને CEN 04/2010 (10+2 માટે) માં અનુસરવામાં આવ્યું હતું, જ્યાં કુલ ખાલી જગ્યાઓ કરતાં 10 ગણા કરતાં વધુ ઉમેદવારોને બીજા તબક્કાના CBT માટે બોલાવવામાં આવશે. જ્યારે અગાઉ CEN 03/2015 (સ્નાતક) માટે તે વધારીને 15 ગણી કરવામાં આવી હતી.
NTPC પરીક્ષાના બીજા તબક્કાની CBT માટે કેટલા ઉમેદવારોની પસંદગી થઈ?
CEN 01/2019 માટે પ્રથમ તબક્કાની CBT સ્નાતક અને 12મું (10+2) પાસ ઉમેદવારો માટે સમાન રાખવામાં આવી છે. CENમાં એવું નિર્ધારિત કરવામાં આવ્યું છે કે સૂચિત ખાલી જગ્યાઓ કરતાં 20 ગણા ઉમેદવારોને બીજા તબક્કાના CBT માટે બોલાવવામાં આવશે જેથી કરીને પ્રથમ તબક્કાની CBT દ્વારા સ્ક્રીનીંગ કર્યા પછી, પૂરતી સંખ્યામાં ઉમેદવારો બીજા તબક્કાની CBTમાં હાજર રહેવા માટે પાત્ર બને. તેમને તક આપવામાં આવે.
RRB એ કેટલા ઉમેદવારોને શોર્ટલિસ્ટ કર્યા છે?
નોટિફિકેશનના પેરા 13માં દર્શાવેલ સૂચિત ખાલી જગ્યાઓના 20 ગણા દરે સ્તર/પોસ્ટ મુજબ શોર્ટલિસ્ટિંગ કરવામાં આવે છે. આ યાદીઓમાં 7,05,446 રોલ નંબર છે જે 35,281 સૂચિત ખાલી જગ્યાઓ કરતા 20 ગણા છે. આખરે 35,281 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે અને માત્ર એક જ ઉમેદવારને મેરિટ અને પસંદગી મુજબ એક પોસ્ટ માટે નિયુક્ત કરવામાં આવશે. આથી કોઈ પદ ખાલી રહેશે નહીં.
NTPC પરિણામોનો વિરોધ કરી રહેલા ઉમેદવારો માટે રેલવેએ શું કર્યું છે?
RRB એ NTPCની 2જા સ્ટેજની CBT અને લેવલ-1ના 1st સ્ટેજ CBT મુલતવી રાખવામાં આવી છે. NTPC પરીક્ષાના પહેલા તબક્કાની કોમ્પ્યુટર બેઝ કસોટી (CBT)ના પરિણામો લેવા અને CEN RRC 01/2019માં બીજા તબક્કાના CBTનો સમાવેશ કરવા માટે વરિષ્ઠ અધિકારીઓની એક હાઈ પાવર સમિતિની રચના કરવામાં આવી છે, જે હાલના શોર્ટલિસ્ટ ઉમેદવારોને અસર કર્યા વિના ઉમેદવારો દ્વારા ઉઠાવવામાં આવેલી ફરિયાદ અને શંકાઓની બાબતે તપાસ કરશે.
વિદ્યાર્થીઓ તેમની ફરિયાદ સમિતિમાં કેવી રીતે નોંધાવી શકે?
ઉમેદવારો તેમની ફરિયાદો અને સૂચનો [email protected] પર ઈ-મેલ કરી શકે છે. RRBના તમામ અધ્યક્ષોને પણ ઉમેદવારોની ફરિયાદો લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ફરિયાદો નોંધવાની સુવિધા માટે દેશભરમાં વિવિધ પ્રાદેશિક અને વિભાગીય મુખ્ય મથકો પર કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
સમિતિમાં ફરિયાદ દાખલ કરવાની છેલ્લી તારીખ શું છે?
ઉમેદવારોને તેમની ફરિયાદ દાખલ કરવા માટે 16 ફેબ્રુઆરી 2022 સુધી ત્રણ અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.
ફરિયાદોના નિવારણ માટે સમિતિની સમય મર્યાદા કેટલી છે?
આ ફરિયાદોની તપાસ કર્યા બાદ સમિતિ 04 માર્ચ, 2022 સુધીમાં તેની ભલામણો સબમિટ કરશે.
શા માટે ભરતી પ્રક્રિયામાં વિલંબ થયો?
COVID-19 મહામારીના કારણે વિવિધ રાજ્યો દ્વારા લાદવામાં આવેલા વિવિધ નિયંત્રણોને કારણે માર્ચ 2020થી ભરતી પ્રક્રિયામાં વિલંબ થયો છે. સોશિયલ ડિસ્ટન્સના કારણે સીબીટીની ક્ષમતામાં અસર થઈ છે, જેના કારણે શિફ્ટની સંખ્યામાં વધારો થયો છે. CEN 01/2019ના પ્રથમ તબક્કાના CBTમાં 133 શિફ્ટનો સમાવેશ થતો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત