Team Chabuk-Gujarat Desk: દાહોદના દેવગઢ બારિયા તાલુકાના ભુલવણમાં બકરાનું માંસ ખાધા બાદ મૃત્યુનો સિલસિલો યથાવત છે. વધુ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. જેથી હવે અત્યાર સુધીનો મોતનો આંકડો 8 પર પહોંચી ગયો છે. માંસ આરોગ્યા બાદ 14 લોકોની તબિયત અચાનક લથડી હતી.
પ્રાથમિક તપાસમાં બકરાનું વાસી માંસ રાંધ્યા બાદ ખેતરમાં ખાણીપીણી કરનારા લોકોની જ તબિયત ખરાબ થઈ હોવાનું સામે આવ્યું છે.. જોકે, વાસી મટન ખાતા ફુડ પોઇઝન થયું કે તેમના ભોજનમાં કોઇ પ્રકારનો ઝેરી પદાર્થ ભળતા ઘટના ઘટી છે તે એફએસએલના રિપોર્ટ બાદ જ જાણી શકાશે.. ઉલ્લેખનિય છે કે જ્યાં મટન રાંધવામાં આવ્યું ત્યાંથી વ્હિસ્કી અને કફ સીરપ લખેલી બોટલો સહિત ખૂણેથી સફેદ રંગનો પાવડર પણ મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, 11 ડિસેમ્બરના રોજ સાંજના આશરે પાંચેક વાગ્યાના સુમારે ગામના માણસોએ એક બકરાનો ભોગ ચઢાવ્યો હતો. તેનુ અડધુ માસ દેવસ્થાને ભેગા થયેલા લોકોએ જાતે બનાવી જમી છુટા થયા હતાં. બચેલુ અડધુ માસ બીજા દિવસે બનાવવા માટે રાખ્યુ હતું. 12 ડિસેમ્બરના રોજ સાંજે ગામમાંથી ચાર બકરાઓનો ભોગ દેવને ચઢાવાયો હતો. અને આગલા દિવસનુ બચેલું અડધા બકરાનું મટન બનાવીને જમ્યા હતાં. ત્યારબાદ 13 ડિસેમ્બરના રોજ અંતિમ દિવસ હોવાથી 50 જેટલા લોકો ભેગા થયા હતાં. દેવનુ પુજન કરવા એક બકરીનો ભોગ આપ્યો હતો.
બનાવના દિવસે એકાએક જ એક સાથે 14 લોકોની તબિયત ખરાબ થતાં દોડધામ મચી ગઈ હતી. જેમાંથી અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે જ્યારે બાકીના લોકો સારવાર હેઠળ છે. ગામની સુખશાંતિ માટે કરાતી વિધિના અંતિમ દિવસે આ દુર્ઘટના બની હતી.
મળતી માહિતી મુજબ પ્રાથમિક તપાસમાં માંસ ખાધા પછી જ તેમની તબિયત લથડી હતી. જો કે, અન્ય કોઇ કારણોસર અન્ય કારણોસર ફૂડ પોઈઝનિંગ થયું છે કે કેમ તેની પણ તપાસ ચાલું છે. મૃતકોના વિસેરાના પરિક્ષણ બાદ મોતનું સાચુ કારણ સામે આવશે. ભલવાણ ગામે સામાજિક પ્રસંગે 150થી વધુ લોકોએ ભોજન આરોગ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, દેવગઢ બારિયા તાલુકાના ભુલવણ ગામે ગામની શાંતિ માટે દર પાંચ વર્ષે કરાતી જાતરની વિધિ ચાલી રહી હતી. રવિવારથી ગામના ટાંકી ફળિયામાં દેવપૂજનની વિધિ કરાઈ રહી હતી.
બનાવની જાણ થતાં જ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસની ટીમે ગામમાં પહોંચી ગઈ હતી. આ સમગ્ર મામલે એવી પણ આશંકા છે કે, ભોજનમાં કોઈએ જંતુનાશક દવા નાખી દીધી હોઈ શકે છે.
ગામમાં એકાએક આઠ લોકોના મોત બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. FSLની ટીમને ઘટનાસ્થળેથી પાણી ભરેલા તપેલા, નળી, એક તપેલામાં રાંધેલો ભાત મળ્યો છે. ઉફરાંત ખેતરમાં બનાવેલા હંગામી ચુલાની રાખ તથા પાંદડા એટલે કે જમવા માટે વપરાયેલા પત્રાડા મળી આવ્યા છે.. ખેતરના એક ખુંણામાં સફેદ રંગનો પાવડર, રીઝર્વ વ્હીસ્કી લખાણ લખેલી પ્રવાહી ભરેલી એક પ્લાસ્ટિકની બોટલ, પ્રવાહી ભરેલી કફ સીરપ લખેલી એક બોટલ પણ મળી છે. રાખ પાસે એક ફુટના અંતરના ઘેરાવામાં લોહી પણ મળી આવ્યુ હતું. તે માટે લોહી વાળી માટી પણ કબજે લઈ વધુ તપાસ શરૂ કરી છે. તપાસમાં ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ