Homeદે ઘુમા કેએડિલેડ ટેસ્ટના આરંભ પહેલા જ પેટ કમિન્સ કોરોના સંક્રમિત વ્યક્તિની સંપર્કમાં આવતા...

એડિલેડ ટેસ્ટના આરંભ પહેલા જ પેટ કમિન્સ કોરોના સંક્રમિત વ્યક્તિની સંપર્કમાં આવતા હવે આ ખેલાડી બીજી ટેસ્ટનું સુકાનીપદ સંભાળશે

Team Chabuk-Sports Desk: એશિઝની પ્રથમ ટેસ્ટમાં ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યા બાદ અને સુકાની તરીકે નવા કિર્તીમાન સ્થાપ્યા બાદ આ સિલસિલાને આગળ ધપાવવાની પેટ કમિન્સની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. પેટ કમિન્સ એક એવા વ્યક્તિની સંપર્કમાં આવ્યો છે જે કોરોના સંક્રમિત હોય. જે પછી એશિઝ શ્રેણી પર ગ્રહણ ન લાગે આ માટે પેટ કમિન્સને હટાવી તેની જગ્યાએ બેટ્સમેન સ્મિથને આગેવાની સોંપવામાં આવી છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે એડિલેડમાં આજે એશિઝની બીજી ટેસ્ટનો આરંભ થવાનો છે. જે પૂર્વે જ ઓસ્ટ્રેલિયાના આધારસ્તંભ બોલરની ગેરહાજરીથી ટીમને નુકસાન પહોંચશે.

આ અંગેની માહિતી સાઉથ આસ્ટ્રેલિયા હેલ્થ વિભાગે આપી હતી. તેમણે પુષ્ટી કરતા કહ્યું હતું કે પેટ કમિન્સ કોવિડ-19 સંક્રમિતના સંપર્કમાં હતો. હવે તેને સાત દિવસ માટે એકાન્તવાસમાં રહેવું પડશે. બુધવારના રોજ એડિલેડની એક હોટલમાં ડિનર દરમ્યાન એ કોરોના સંક્રમિત વ્યક્તિની સંપર્કમાં આવ્યો હતો.

દક્ષિણ ઓસ્ટ્રેલિયાએ આપેલા નિવેદનના આધાર પર  ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે – વર્તમાનમાં દક્ષિણ ઓસ્ટ્રેલિયાના નિર્દેશો હેઠળ, કોઈ અન્ય રાજ્યથી આવેલા વ્યક્તિનું પીસીઆર પરિક્ષણ થવું જોઈએ. જ્યાર સુધી પરિક્ષણ ન થાય ત્યાં સુધી તેને અલગ રાખવા જોઈએ. પરિક્ષણ સ્થળ એ ઉડ્ડયન વિસ્તારથી બહાર છે, પણ તેમને ત્યાં સુધી અલગ ન રાખી શકાય જ્યાં સુધી પુષ્ટિ ન થઈ જાય. જોકે આ નિયમ દસમી ડિસેમ્બરથી બદલી દેવામાં આવ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments