Team Chabuk-Gujarat Desk: દાહોદના દેવગઢ બારિયા તાલુકાના ભુલવણમાં બકરાનું માંસ ખાધા બાદ 7 લોકોના શંકાસ્પદ મોત થયા છે. માંસ આરોગ્યા બાદ 14 લોકોની તબિયત અચાનક લથડી હતી. તમામ લોકોના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા અને તેઓ ચક્કર આવી રહ્યાની ફરિયાદ કરી રહ્યા હતા.
એકાએક જ એક સાથે 14 લોકોની તબિયત ખરાબ થતાં દોડધામ મચી ગઈ હતી. જેમાંથી અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે જ્યારે બાકીના લોકો સારવાર હેઠળ છે. ગામની સુખશાંતિ માટે કરાતી વિધિના અંતિમ દિવસે આ દુર્ઘટના બની હતી.
મળતી માહિતી મુજબ પ્રાથમિક તપાસમાં માંસ ખાધા પછી જ તેમની તબિયત લથડી હતી. જો કે, અન્ય કોઇ કારણોસર અન્ય કારણોસર ફૂડ પોઈઝનિંગ થયું છે કે કેમ તેની પણ તપાસ ચાલું છે. મૃતકોના વિસેરાના પરિક્ષણ બાદ મોતનું સાચુ કારણ સામે આવશે. ભલવાણ ગામે સામાજિક પ્રસંગે 150થી વધુ લોકોએ ભોજન આરોગ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, દેવગઢ બારિયા તાલુકાના ભુલવણ ગામે ગામની શાંતિ માટે દર પાંચ વર્ષે કરાતી જાતરની વિધિ ચાલી રહી હતી. રવિવારથી ગામના ટાંકી ફળિયામાં દેવપૂજનની વિધિ કરાઈ રહી હતી. સોમવારે વિધિનો અંતિમ દિવસ હોવાથી પરંપરા મુજબ અહીં છ બકરાની બલિ આપવામાં આવી હતી ત્યારબાદ તેનું માંસ ઘરે લઈ જવાયું હતું.
બનાવની જાણ થતાં જ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસની ટીમે ગામમાં પહોંચી ગઈ હતી. આ સમગ્ર મામલે એવી પણ આશંકા છે કે, ભોજનમાં કોઈએ જંતુનાશક દવા નાખી દીધી હોઈ શકે છે. તપાસ બાદ જ સમગ્ર મુદ્દે સાચુ કારણ બહાર આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત