Team Chabuk-Gujarat Desk: વડોદરા શહેરમાં જોડિયા ભાઈઓએ ગળે ફાંસો ખાઈનો આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. જેમાં એક ભાઈનું મોત નિપજ્યું છે જ્યારે બીજા ભાઈને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટના વડોદરા શહેરના ન્યુ અલકાપુરી વિસ્તારની છે. જ્યાં એક શિક્ષક દંપતીના જોડિયા પુત્રોએ તણાવમાં આવી જઈને પોતાના અભ્યાસ કરવાના રૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જેમાં રૂપેન નામના પુત્રનું મોત થયું છે જ્યારે રિહાન નામના પુત્રને સારવાર માટે ખસેડાયો છે. હાલ આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી આગળ વધારી છે.
વડોદરા શહેરમાં ન્યૂ અલકાપુરી વિસ્તારમાં આવેલી શાંતમ રેસિડેન્સીમાં રાજેશભાઈ પટેલ પત્ની અને જોડિયા 18 વર્ષના પુત્રો રૂપેન અને રિહાન સાથે રહે છે. રાજેશભાઈ પટેલ અને તેમનાં પત્ની આણંદ જિલ્લામાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે. સોમવારે સાંજે જોડિયા પુત્રો રૂપેન અને રિહાને પોતાના અભ્યાસ કરવાના રૂમમાં અલગ-અલગ નેપ્કિનથી પંખાના હૂક પર મોતનો માંચડો તૈયાર કરી ફાંસો ખાઈ લીધો હતો.
એક ભાઈનું મોત, એક સારવારમાં
સાંજે નોકરી ઉપરથી ઘરે આવેલાં માતા-પિતાએ બંને પુત્રોને સ્ટડી રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં જોતાં જ પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જોકે આ દરમિયાન રિહાનના ગળામાંથી ગાળિયો છૂટી જતાં તે નીચે પડી ગયો હતો અને બચી ગયો હતો. તેમનો રોકકળનો અવાજ સાંભળી એપાર્ટમેન્ટના લોકો દોડી આવ્યા હતા અને પંખા પર લટકેલા બીજા ભાઈને નીચે ઉતારી બંનને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં ડોક્ટરોએ બે પૈકી રૂપેનને મૃત જાહેર કર્યો હતો, જ્યારે બેભાન રિહાનની સારવાર શરૂ કરી હતી.
બે દિવસથી નીટની પરીક્ષા ચાલતી હતી
શાંતમ રેસિડેન્સી સહિત આસપાસના વિસ્તારમાં ચકચાર જગાવી મૂકનાર આ બનાવની જાણ લક્ષ્મીપુરા પોલીસને થતાં પીએસઆઈ આર.કે. ગોસાઈ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં જોડિયા ભાઈઓ રૂપેન અને રિહાન કારેલીબાગ વિસ્તારમાં આવેલી ખાનગી સ્કૂલમાં ધો-12 સાયન્સમાં અભ્યાસ કરતાં હોવાનું અને છેલ્લા બે દિવસથી તેમની નીટની પરીક્ષા ચાલતી હતી. પરીક્ષા આપીને ઘરે આવ્યા બાદ બંને ભાઈએ ફાંસો ખાઈ લીધો હતો.
પરીક્ષાના તણાવના કારણે પગલું ભર્યાનું અનુમાન
પીએસઆઇ આર.કે. ગોસાઈએ જણાવ્યું હતું કે પરીક્ષાના પરિણામને લઈને ડિપ્રેશનમાં આવી ગયા હોવાને કારણે બંને ભાઈઓએ સાથે ફાંસો ખાઈ આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનો અંદાજ છે. જોડિયા ભાઈઓના આત્મહત્યાના પ્રયાસનું ચોક્કસ કારણ તપાસ બાદ બહાર આવશે. હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
