Team Chabuk-Gujarat Desk: દાહોદમાં એક મહિલાના શરીરમાંથી તરબૂચ જેવી ગાંઠ નીકળી. તબીબોએ મહિલાનું સફળ ઓપરેશન કર્યું. હાલ મહિલા સ્વસ્થ છે. છેલ્લા બે વર્ષથી મહિલા ગાંઠની સમસ્યાથી પીડાતી હતી. સામાન્ય રીતે શરીરમાં ગાંઠનું નામ પડે તો આપણે સોપારી જેવડી કે તેથી થોડી વધુ મોટી ગાંઢ હશે તેવું માનીએ. જો કે, આ મહિલાના પેટમાં તરબૂચ જેવડી ગાંઠ હતી. જેનું દાહોદની ખાનગી હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરાયું.
મળતી માહિતી મુજબ, દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના શ્રમિક મુકેશ પલાસની પત્ની બેબીબેનને આશરે દોઢ વર્ષ પહેલા પેટમાં દુખાવાની તકલીફ થઈ હતી. ત્યારબાદ દુઃખાવા માટેની દવા લીધી હતી. પરંતુ રાહત ન જણાતા સર્જનનો સંપર્ક કરતાં ડોક્ટરે પેટમાં ગાંઠ હોવાનું જણાવી ઓપરેશનની સલાહ આપી હતી.
જો કે, તે વખતે ઓપરેશન માટે પૈસાની સગવડ ન થતાં માત્ર દવા ઉપર નિર્ભર હતા. શ્રમિક પરિવારે અલગ અલગ હોસ્પિટલોમાંથી સારવાર લીધી પરંતુ પેટમાં રહેલી ગાંઠ ધીમે ધીમે વધતી ગઈ અને સાથે જ બેબીબેનની પીડામાં વધારો થઈ રહ્યો હતો. આખરે દાહોદની ઇરા મલ્ટી સ્પેશયાલિટી હોસ્પિટલના સર્જન ડો.વિશાલનો સંપર્ક કરતાં જરૂરી તપાસ બાદ બે ગાંઠ બહું મોટી થઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત મહિલાના શરીરમાં અન્ય એક ગાંઠ પણ હતી.
મહિલાના શરીરમાં એક ગાંઠ 11 કિલોગ્રામની તેમજ બીજી નાની સાઇઝની ગાંઠ દેખાતા ડોક્ટરે ઓપરેશનની સલાહ આપી હતી અને બેબીબેનને દાખલ કર્યા હતા. ડો.વિશાલ અને તેમની ટીમે સફળ ઓપરેશન કરી 13 કિલો વજનની બે ગાંઠ બહાર કાઢી હતી ડોક્ટરનું કહેવું છે મોટી ગાંઠ અંડશયની છે જ્યારે નાની ગાંઠ કેન્સરની હોઈ શકે છે. જે તેના પરીક્ષણ બાદ નક્કી થઈ શકે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
