Team Chabuk-Sports Desk: ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાય રહેલી બીજી ટેસ્ટ મેચમાં ઓપનર મયંક અગ્રવાલે સેન્ચુરી ફટકારી. પ્રથમ દિવસની રમત પૂર્ણ થતાં થતાં મયંકે 120 રન બનાવ્યા છે અને હજુ તે અણનમ છે. તેની સાથે ઋદ્ધિમાન સાહા પણ ક્રિઝ પર છે. મયંકે આ સેન્ચુરીની સાથે કેટલીય ઉપલબ્ધિઓ પણ પોતાના નામે કરી છે. બીજી તરફ ભારતે પ્રથમ દિવસની રમતમાં ચાર વિકેટના નુકસાન પર 221 રન બનાવ્યા છે.
મયંકે અત્યાર સુધીમાં ટેસ્ટની 24 ઈનિંગમાંથી ચાર સેન્ચુરી ફટકારી છે. આ ચારે સેન્ચુરી તેણે ઘર આંગણે લગાવી છે. ઓક્ટોબર 2019માં તેણે પ્રથમ સેન્ચુરી દક્ષિણ આફ્રિકાની વિરૂદ્ધ લગાવી હતી. પુણેમાં બીજી સેન્ચુરી પણ આફ્રિકાની વિરૂદ્ધ જ ફટકારી હતી. નવેમ્બર 2019માં બાંગ્લાદેશની વિરૂદ્ધ ઈન્દોર ટેસ્ટમાં ત્રીજી જ્યારે 23 મહિના બાદ તેણે ચોથી સેન્ચુરી ન્યૂઝીલેન્ડ સામે ફટકારી છે.
મયંકે દક્ષિણ આફ્રિકાની વિરૂદ્ધ 215 રન અને 108 રન એમ બે સેન્ચુરી ફટકારી હતી. જ્યારે બાંગ્લાદેશની વિરૂદ્ધ 243 રન બનાવ્યા હતા. મયંકના નામે ચાર હાફ સેન્ચુરી પણ છે. આ ચારે હાફ સેન્ચુરી તેણે વિદેશી ધરતી પર ફટકારી છે. બે હાફ સેન્ચુરી ઓસ્ટ્રેલિયાની સામે જ્યારે એક એક હાફ સેન્ચુરી અનુક્રમે ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની સામે ફટકારી હતી.

મયંક 2010 બાદ ન્યૂઝીલેન્ડની વિરૂદ્ધ ઘર આંગણે સેન્ચુરી ફટકારનારો પ્રથમ ભારતીય ખેલાડી છે. 2010માં અમદાવાદમાં વિરેન્દ્ર સહેવાગે 173 રન ફટકાર્યાં હતાં. મયંક 2014 પછી ન્યૂઝીલેન્ડની વિરૂદ્ધ ઘરઆંગણે કે વિદેશ જમીન પર સેન્ચુરી ફટકારનારો પ્રથમ ભારતીય ઓપનર બન્યો છે. શિખર ધવને 2014માં ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડની સામે 115 રનની નિર્ણાયક ઈનિંગ રમી હતી.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ મુંબઈમાં રમાય રહેલી બીજી ટેસ્ટ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટીંંગનો નિર્ણય લીધો હતો. પ્રથમ દિવસની રમત પૂર્ણં થતાં ભારતે ચાર વિકેટ ગુમાવીને 221 રન બનાવ્યા છે. મયંક અગ્રાવલ 120 અને ઋદ્ધિમાન સહા 25 પર અણનમ છે. બંનેની વચ્ચે પાંચમી વિકેટ માટે 134 બોલ પર 61 રનની ભાગીદારી નોંધાઈ છે. પ્રથમ દિવસની રમતમાં માત્ર 70 ઓવર ફેંકાઈ હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
