Homeગામનાં ચોરે1.16 કરોડનો રસ્તો ઉદ્ધાટન સમયે એક નાળિયેરથી પછાડવાથી જ તૂટી ગયો

1.16 કરોડનો રસ્તો ઉદ્ધાટન સમયે એક નાળિયેરથી પછાડવાથી જ તૂટી ગયો

Team Chabuk-National Desk: ભારતમાં ભ્રષ્ટાચાર થયાના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહેતા હોય છે. સંબંધિત અધિકારીઓને આ માટે નિલંબિત કરવામાં આવે છે, કાં તો ઠપકો આપવામાં આવે છે. બિજનોરમાં તો હદ થઈ ગઈ. 1.16 કરોડનું આંધણ કરીને બનાવેલો માર્ગ એક શ્રીફળ અર્થાત્ નાળિયેરથી જ તૂટી ગયો. રસ્તા પર નાળિયેર માર્યું એવામાં રસ્તો જ તૂટી ગયો. એક પડ ઉખડી ગયું. એટલે કે માર્ગ કરતા નાળિયેર મજબૂત છે! થઈ રહ્યું રસ્તાનું ઉદ્ધાટન. ઉદ્ધાટન કરવા માટે આવેલા ધારાસભ્ય ચાલુ વરસાદે ત્રણ કલાક સુધી ધરણા પર બેસી ગયા. એ પછી બિજનોરની ઓફિસરોની ટીમ તૂટેલા માર્ગના નમૂનાને તપાસ માટે મોકલવા તૈયાર થઈ.

ભારતમાં કેટલાક રોડ દર ચોમાસે તૂટી જાય છે. શિયાળામાં સમારકામ કરાવ્યું હોય અને ચોમાસાના ધોધમાર વરસાદમાં તેની સકલ સૂરતમાં પરિવર્તન આવી જાય. જોકે હવે તો ઉદ્ધાટન સમયે જ રોડે પોતાની દુર્દશાની સ્થિતિ સામે રાખી દે છે.

સિંચાઈ ખંડ બિજનૌરની તરફથી નહટોર શાખાની નહરી પટરી પર સાત કિલોમીટર લાંબા માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ માર્ગ નવાદા તુલ્લાની નહરી પટરીથી મહત્વના ગણાતા કડાપુર, ઝાલ, ઉલેઢા, હીમપુર, દીપા સહિતના માર્ગોને જોડવાનો હતો. 1.16 લાખની કિંમતથી બનેલા માર્ગનું ઉદ્ધાટન ખેડા ગામની પાસે ગુરૂવારના રોજ કરવાનું હતું. ચાર વાગ્યે ધારાસભ્ય સુચિ ચૌધરી અને ભાજપના નેતા એશ્વર્ય મૌસમ ચૌધરી પોતાના સમર્થકોની સાથે ઉદ્ધાટન સ્થળ પર પહોંચી ગયા. વિધિ વિધાન સાથે રસ્તા પર નાળિયેર તોડી ઉદ્ધાટન કરવાનું હતું.

bank-nifty-advertisement

તેમણે નાળિયેર લઈ રસ્તા પર જોરથી માર્યું, આશ્ચર્ય વચ્ચે નાળિયેર ન તૂટ્યું પણ માર્ગ તૂટી ગયો. જે જગ્યાએ જોરથી નાળિયેર પછાડ્યું ત્યાં જ રોડની પોપડી ઉખડી ગઈ. એવામાં ભાજપના નેતા એશ્વર્ય મૌસમ ચૌધરીએ પાવડો મંગાવી લીધો. પાવડો ચલાવતા રસ્તો પીઝાની સ્લાઈસની જેમ ફટાફટ ઉખડવા માંડ્યો. જાણે આ રસ્તો 1.16 કરોડનો હોય જ નહીં. ઉદ્ધાટન કાર્યક્રમને સ્થગિત કરી દેવામાં આવ્યો. મહિલા ધારાસભ્ય ત્યાં જ ધરણા પર બેસી ગયા. ઘટનાની સૂચના મળતા જ ઓફિસરોમાં હડકંપ મચી ગયો. દોડાદોડીમાં માર્ગની તપાસ બેસાડવામાં આવી. લોક નિર્માણ વિભાગના અભિયંતા સ્થળ પર પહોંચ્યા અને સ્થળના નમૂના લીધા.

મહિલા ધારાસભ્ય નહરીની પટરી પર ઉદ્ધાટન કરવા માટે આશરે ચાર વાગ્યે પહોંચી હતી. તપાસ કરવાની માગને લઈ તે ત્યાં જ ધરણા પર બેસી ગઈ. ડીએમ ઉમેશ મિશ્રાની સાથે વાત કરતા તપાસ માટે એક કમિટિ બનાવવામાં આવી. જે પહેલા આશરે સાડા છ વાગ્યાની આસપાસ પહોંચી. જોકે નમૂનાઓ સીલ કરવા માટેના ઉપકરણ ન હોવાથી ટીમને ફરી બોલાવવામાં આવી. એ પછી તમામ ઉપરકરણ અને સામાન લઈ પહોંચ્યા અને મહિલા ધારાસભ્યએ નમૂનાઓ પોતે સીલ કર્યાં.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments