Team Chabuk-Gujarat Desk: જમાનો મોબાઈલનો છે. ઈન્ટરનેટનો છે. આધુનિકતાનો છે. ક્યારે તમારા હાથમાં રહેલી વસ્તુ કામ વગરની થઈ જાય ખબર ન રહે. દરેક વ્યક્તિ આવી અસક્યામતોનો રોજબરોજનાં જીવનમાં ઉપયોગ કરી રહ્યો છે. રોટી, કપડાં અને મકાન સિવાયની ત્રીજી મહામૂલી જરૂરીયાત મોબાઈલ પ્લસ ઈન્ટરનેટની છે. જેના વિના મનુષ્ય એક ડગ ભરી નથી શકતો.
પણ આ બધું કાંઈ આપને સમજાવવા માટે નથી લખ્યું. આ બધી વિગત તો તમે જાણો જ છો. વાત એવી છે કે ગુજરાતના દાહોદમાં આ સુવિધાઓ હશે અને તોપણ કેટલાક લોકો કઈ સદીમાં જીવે છે તેની અટકળ લગાવવી પણ અઘરી થઈ પડે.
દાહોદ જિલ્લામાં એક યુવતીને પકડવામાં આવી. તેના કપડાં ફાડી નાખવામાં આવ્યા. એક છોકરાને બોલાવી તેની પીઠ પર બેસાડવામાં આવ્યો. તેને આખા ગામમાં નગ્ન કરી દોટ મૂકાવી. નગ્ન યુવતી પોતાની લાજ બચાવવા માટે આસપાસમાં આવેલી મહિલા પાસે ધસી ગઈ હતી અને તેમની પાસેથી આબરું ઢાંકવા ચુંદડી લીધી હતી. જોકે આ દુશાસનોએ એ ચુંદડી પણ આંચકી લીધી હતી. કોઈ ઢોરને ન મારે એટલો માર આ યુવતીએ પોતાના દેહ પર ખમ્યો હતો.
આ સમગ્ર ઘટના દાહોદના ધાનપુરના ખજૂરી ગામ ખાતે બન્યાનું સામે આવ્યું છે. આખી ઘટનાનો વિસ્ફોટ ત્યારે થયો જ્યારે વીડિયો વાઈરલ થઈ ગયો. વીડિયો વાઈરલ થયા બાદ પોલીસ પણ સક્રિય થઈ હતી. જેમાં 19 વિરુદ્ધ કેસ ફાઈલ કરવામાં આવ્યો અને અત્યાર સુધીમાં 6ની ધરપકડ કરવામાં આવી છે. યુવતીને આટલો માર અને નગ્ન એટલા માટે કરવામાં આવી, કારણ કે તે કોઈને પ્રેમ કરતી હતી અને ઘરેથી પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. લગ્નેતર સંબંધો હોવાની પણ આ અંગે ચર્ચા થઈ રહી છે.
આ જધન્ય ઘટના પર એક બાજુ ફિટકારની લાગણી વરસે અને બીજું બાજુ આત્મા બળીને રાખ થઈ જાય, કારણ કે યુવતીની પીઠ પર વારેઘડીએ એક યુવક બેસી જાય છે. યુવતી તેનો ભાર સહન નથી કરી શકતી. એ વારંવાર નીચે ગબડી પડે છે પણ આસપાસના દુશાસનો તેના પર રહેમ નથી રાખતા. એ પછી યુવતીનું ટોળાની સામે ચીરહરણ થાય છે. નગ્ન યુવતી પોતાની લાજ બચાવવા મહિલાઓ તરફ દોડે છે. મહિલાઓ તેને દુપટ્ટો આપે છે, પણ દુશાસનોને એ દુપટ્ટો નથી જોઈતો. તેઓ એ દુપટ્ટાને પણ હડસેલી દે છે.
ગુજરાતમાં આવી તાલીબાની સજાનો કાંઈ આ પ્રથમ કિસ્સો નથી. દાહોદમાંથી ભૂતકાળમાં પણ આવા વરવા કિસ્સાઓ બની ચૂક્યા છે. જેમાં યુવતી જ્યારે કોઈ અન્ય યુવક સાથે ભાગી જાય ત્યારે તેને કઠોરમાં કઠોર સજા સંભળાવવામાં આવે છે. હાલ તો આ વીડિયો જોઈ દરેકની આંખો લાલઘુમ થઈ રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત