Homeગુર્જર નગરીVideo: દ્વારકાના મંદિર પર પડેલી વીજળીએ શું નુકસાન કર્યું ?

Video: દ્વારકાના મંદિર પર પડેલી વીજળીએ શું નુકસાન કર્યું ?

Team Chabuk-Gujarat Desk: ગઈકાલથી ગુજરાતમાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વીજળી પડે છે. વીજળી પડવી એ સામાન્ય વાત છે પણ જ્યારે સ્થળ ઉંચુ હોય ત્યારે વીજળીનું પણ મહત્ત્વ વધી જાય છે.

આ જગ્યા છે ગુજરાતના દ્વારકાની. જ્યાં મંદિરની ધજા ઉપરથી વીજળી પડી. વીજળી પડ્યા બાદ વીજળીનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં દેખાય છે કે દ્વારકાધીશના મંદિરની ધજા ખંડિત થઈ છે. દ્વારકાના નાથે પોતાના માથે વીજળીનો પ્રહાર સહ્યો હોય એવું દૃશ્ય ઉપસી રહ્યું છે, જે સોશિયલ મીડિયા પર પણ ભરપૂર વાઈરલ થઈ રહ્યું છે. શ્રદ્ધાળુઓ આ વીડિયોને ખૂબ જ વાઈરલ કરી રહ્યા છે.

ગુજરાતમાં ત્રણ દિવસથી મેઘરાજા પુન: કામગીરીએ લાગ્યા છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારો પર મેઘકૃપા વરસી રહી છે. મેઘકૃપાની સાથે સાથે વાદળાનો ગડગડાટ અને વીજળી પણ ભલભલાને કંપાવી દે એવી પડી રહી છે. દ્વારકાધીશના મંદિરની ટોચ ઉપર પણ વીજળી પડી હતી. આ વીજળીને ધ્વજાએ ઝીલી લીધી હતી. દ્વારકામાં વસવાટ કરતા લોકો કહી રહ્યા છે કે, ‘કુદરતી વિપદા સહિતના સંકટમાં દ્વારકાનો નાથ રક્ષા કરે છે તે ફરી એક વખત સાબિત થયું છે.’

વાત જો દ્વારકામાં ખાબકેલા અનરાધારની કરવામાં આવે તો અહીંના ભાટિયા ગોકલપર ગામમાં એટલો વરસાદ ખાબક્યો હતો કે ખેતરો નદીમાં તબ્દિલ થઈ ગયા હતા. માત્ર બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદે ગામને નાનું ખાબોચિયું બનાવી દીધું હતું. જોકે ભારે વરસાદથી ખેડૂતો અનહદ ખુશ છે. તેમના માટે વાવણી લાયક વરસાદ પડ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments