Homeગુર્જર નગરીVIDEO:રાજકોટમાં પોલીસપુત્રએ પોલીસલાઈનમાં જ જન્મદિવસ ઉજવી તોડ્યા નિયમ, તંત્રના આંખ આડા કાન

VIDEO:રાજકોટમાં પોલીસપુત્રએ પોલીસલાઈનમાં જ જન્મદિવસ ઉજવી તોડ્યા નિયમ, તંત્રના આંખ આડા કાન

Team Chabuk-Gujarat Desk: સામાન્ય પ્રજા જ્યારે નિયમોનો ભંગ કરે તો પોલીસ તેમની સામે કડક કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવે છે. પરંતુ જો આવી ભૂલ કોઈ પોલીસપુત્ર કરે તો ? તો કલાકો સુધી ન તો તેની કોઈ નોંધ લેવાય છે કે ન તો પોલીસ સામેથી પોલીસપુત્ર સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરે છે. કેટલાક પોલીસ કર્મચારીઓની આવી જ નીતિના કારણે સમગ્ર રાજકોટ પોલીસ બદનામીના ઘૂંટડા પી રહી છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી બૂમો પાડી-પાડીને થાકી ગયા કે, કોરોના છે, બીનજરૂરી બહાર ન નીકળો, આપણે સાથે મળીને આ કોરોનાને હરાવવાનો છે, માસ્ક અનો સોશિયલ ડિસ્ટંસનો કડક અમલ કરો. રાજ્યમાં કોરોના ન ફેલાય તે માટે મુખ્યમંત્રીએ બીનજરૂરી કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દીધો છે. જન્મદિવસની ઉજવણી ન કરવા તેમણે અપીલ પણ કરી છે અને કડક સૂચના પણ આપી છે છતાં કેટલાક નબીરાઓ મુર્ખ બની રહ્યા છે અને નિયમોનો ભંગ કરી કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપી રહ્યા છે.

રાજકોટની આ ઘટના છે જ્યાં ફરી નિયમોનો ભંગ થયો છે અને નિયમોનો ભંગ ખુદ પોલીસ કર્મચારીના પુત્રએ કર્યો છે. રાજકોટ નવી પોલીસ લાઈનનો વીડિયો વાયરલ થયો છે. જેમાં રિઝવાન નામના યુવકના બર્થડેની ઉજવણી થઈ રહી છે. વીડિયો પરથી તામજામનો અંદાજો લગાવી શકાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવક એક નહીં પરંતુ 5 કરતાં વધુ કેક એક સાથે કાપી રહ્યો છે. બેકગ્રાઉન્ડમાં ડી.જે. વાગી રહ્યું છે. શોરબકોર થઈ રહ્યો છે તેના પરથી ત્યાં હાજર લોકોનો અંદાજો પણ લગાવી શકાય છે. આ ઉપરાંત બર્થડે બોયના મિત્રો પણ કેમેરામાં કેદ થઈ ગયા છે જે પોતાના જીવના જોખમે આતસબાજી કરી રહ્યા છે.

આ વીડિયો મુદ્દે હાલ અનેક સવાલો ઉઠ્યા છે કે, સામાન્ય લોકો સામે આવા કિસ્સામાં ગણતરીની કલાકોમાં પાઠ ભણાવનારી રાજકોટ પોલીસ પોલીસપુત્ર વિરુદ્ધ કાર્યવાહી કરશે કે કેમ ? શું પોલીસ લાઈનમાં ઉજવણી થઈ છતાં પોલીસકર્મીઓને ખબર ન પડી ? પોલીસ લાઈનમાં જન્મદિવસની ઉજવણી કરનારા યુવકને એક પણ પોલીસકર્મીએ કેમ ન રોક્યો ?

બીજી તરફ રાજકોટના લોકો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ તંત્ર પર રોષે ભરાયા છે. અને આ ઉજવણી મુદ્દે પોલીસ લાઈનમાં રહેતાં અને આંખ આડા કાન કરનારા પોલીસકર્મીઓ વિરુદ્ધ પણ કાર્યવાહીની માગણી કરી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments