Team Chabuk-Gujarat Desk: દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં બાળકીને ધગધગતા તાવીથા વડે ડામ આપનારી સાવકી માતા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપી માતા વિરુદ્ધ આઈ.પી.સી. કલમ 323, 506(2) તથા જુવેનાઇલ જસ્ટિટ એકટ 2015ની કલમ 75 મુજબનો ગુન્હો નોંધ્ચો છે.
દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયામાં સાવકી માતાએ દીકરીને ડામ આપવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ચાઈલ્ડ વેલ્ફેર કમિટીએ આ મુદ્દાની ગંભીરતાથી નોંધ લઈને આરોપી માતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો હતો જ્યારે બાળકી પર અત્યાચારનો એક વીડિયો વાયરલ થયો હતો. વીડિયો બાળકીના દાદા-દાદીએ જ ઉતાર્યો હતો જે વાયરલ થયા બાદ સાવકી માતા પર સોશિયલ મીડિયા પર ફિટકાર વરસી હતી. બીજી તરફ આ વાત દ્વારકા ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ધ્યાને આવતા તેમણે ફરિયાદ નોંધાવવા માટે તજવીજ હાથ ધરી હતી.
દાવો છે કે, બાળકીએ પોતાની માતાને જાણ કર્યા વગર ઘરમાં રાખેલો લાડવો અને પુરી ખાઈ લીધા હતા. જે વાતથી સાવકી માતાને એટલો ગુસ્સો આવ્યો કે માસૂમ બાળકીના કેટલાય અંગો દઝાડી દીધા. આ વીડિયો એટલો સંવેદનશીલ છે કે, અહીં તેને દર્શાવી શકાય તેમ પણ નથી. એટલું જ નહીં એવો પણ આરોપ છે કે, આરોપી માતાએ બાળકીના શરીર પર બચકાં પણ ભર્યા હતા અને ગળુ દબાવી બાળકીને જાનથી મારી નાખવનો પણ પ્રયાસ કર્યો હતો.

વીડિયોમાં બાળકીના પગ અને હાથના ભાગની ચામડીઓ દાઝેલી સ્પષ્ટ દેખાય છે. જે જોઈને જ સોશિયલ મીડિયા પર લોકોએ આવું કૃત્ય કરનારી સાવકી માતાને જેલ હવાલે કરવાની માગણી કરી હતી. હાલ આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત