Team Chabuk-Sports Desk: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ વનડે સીરીઝની પ્રથમ મેચ શેર-એ-બાંગ્લા સ્ટેડિયમ, મીરપુરમાં રમાઈ હતી. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરી હતી. ટીમ ઈન્ડિયા 41.2 ઓવરમાં 186 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી કે.એલ. રાહુલે સર્વાધિક 73 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 27 અને ઐયરે 24 રનનું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસને 36 રનમાં 5 અને ઈ. હોસેન 47 રનમાં 4 વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશની ટીમે 1 વિકેટથી આ મેચ જીતી લીધી હતી.
બાંગ્લાદેશના કેપ્ટન લિટન દાસે હવામાં છલાંગ લગાવી વિરાટ કોહલીનો શાનદાર કેચ પકડ્યો હતો. કોહલી 9 રન બનાવી શાકીબ અલ હસનની ઓવરમાં આઉટ થયો હતો.
pic.twitter.com/aGv0FmYkYG शानदार कैच #ViratKohli𓃵 #INDvsBAN #indvsbang #littondas
— Rajat Gupta (@Rajatgupta199) December 4, 2022
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ વન-ડે મેચની સિરીઝની પહેલી મેચ આજે મીરપુરમાં રમાઈ હતી. આ રોમાંચક મુકાબલામાં બાંગ્લાદેશે ભારતીય ટીમને 1 વિકેટથી હાર આપી છે. 187 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી બાંગ્લાદેશની શરૂઆત જ ખરાબ થઈ હતી. દીપક ચહરે શાન્તોને પહેલા જ બોલે આઉટ કર્યો હતો. અનામુલ હક પણ 14 રને આઉટ થયો હતો. તેને મોહમ્મદ સિરાજે આઉટ કર્યો હતો. આ પછી લિટન દાસ અને શાકિબ અલ હસને બાંગ્લાદેશની ઇનિંગને સંભાળી હતી. જોકે સુંદર ત્રાટક્યો હતો અને કેપ્ટન લિટન દાસને 41 રને આઉટ કર્યો હતો. વિકેટકીપર કેએલ રાહુલે શાનદાર કેચ કર્યો હતો. તે વિરાટ કોહલીએ કવર્સ પર શાનદાર કેચ કર્યો હતો. તેના આ કેચના કારણે શાકિબ 29 રનમાં આઉટ થયો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત