Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં આજથી ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદમાં ઝરમર તો જૂનાગઢ અને બનાસકાંઠામાં હળવો વરસાદ પડ્યો છે. આજે સવારે રાજકોટ શહેરના કેટલાક વિસ્તારમાં પણ ઝરમર વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદ પડતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.
ગુજરાતમાં આજથી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે સામાન્ય વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિયા થતાં અસર સર્જાઈ છે. જેથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટમાં માવઠાની આગાહી કરાઈ છે. સોમનાથ, સુરત, વલસાડ, નવસારી, ડાંગમાં માવઠાની આગાહી અને અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે. વાદળછાયા વાતાવરણથી લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટવાની સંભાવના છે. આ કારણે ઠંડીમાં વધારો થઈ શકે છે.
ક્યાં ક્યાં વરસાદ પડ્યો
આજે સવારથી અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદમાં ઠંડા પવનો ફૂંકવાની શરૂઆત થઈ ગઈ છે. રાજકોટ શહેરનું વાતાવરણ પણ સવારથી વાદળછાયું છે. રાજકોટ શહેરના કેટલાક વિસ્તારમાં સવારે વરસાદ પડ્યો છે. તો બીજી તરફ, બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. પાલનપુર, દિયોદર, વડગામ, કાંકરેંજ, ડીસા સહિત અનેક પંથકમાં વહેલી સવારથી ધીમીધારે કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો જૂનાગઢના કેશોદ તાલુકાના ખેડુતોની મુશ્કેલીમાં વધારો થયો છે. વાતાવરણમાં અચાનક પલ્ટો થતાં ખેડુતોની મુશ્કેલીમાં વધારો થયો છે. તૈયાર ખેત પેદાશ હાથમાંથી જવાની ભીતિ સેવાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં ખેડૂતો મગફળીનો પાક સલામત સ્થળે ખસેડવાના કામમાં લાગી ગયા છે. ખેડૂતોએ ગત રાત્રિના સમયે પણ થ્રેશર શરૂ કરી દીધા છે.
ત્રણ દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર, અરેબિયન સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે, 17, 18 અને 19 નવેમ્બરે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. દરિયાઈ વિસ્તાર સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. એટલે કે, મધ્ય ગુજરાત અને કચ્છ સિવાય ગુજરાતભરમાં વરસાદ વરસી શકે છે.
આટલા સ્થળે પડી શકે છે વરસાદ
17 નવેમ્બરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જેમાં ભાવનગર, અમરેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.
18 અને 19 નવેમ્બરે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સિવાય ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
