Homeગુર્જર નગરીવડોદરાઃ પ્રેમીકાના પરિવારજનોએ પ્રેમીને આપી તાલિબાની સજા, પ્રેમીનું મોત

વડોદરાઃ પ્રેમીકાના પરિવારજનોએ પ્રેમીને આપી તાલિબાની સજા, પ્રેમીનું મોત

Team Chabuk-Gujarat Desk: હજુ તાજેતરમાં જ પાટણની એક મહિલાને પ્રેમ પ્રકરણ બાબતે તાલિબાની સજા આપવામાં આવી હતી. આ મામલો હજુ તાજો જ છે ત્યાં જ વધુ એક આવી ઘટના સામે આવી છે. જેમાં પ્રેમીને આકરી સજા આપવામાં આવી હતી અને બાદમાં આ પ્રેમી યુવકનું મોત નિપજ્યું છે. લોકો કાયદાને હાથમાં લઈને આ પ્રકારના કૃત્યો કરી રહ્યા છે ત્યારે આ યુવકને તાલિબાની સજા અપાતા તેનું મોત નિપજ્યું છે.

ઘટનાની વિગતે વાત કરીએ તો, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચોકારી ગામે પ્રેમ પ્રકરણમાં યુવકને તાલિબાની સજા આપવાની ઘટના બની છે. યુવક જે યુવતીને પ્રેમ કરતો હતો તે યુવતીના પરિવારજનોને પ્રેમ પ્રકરણની ખબર પડી જતા તેઓએ યુવકનું તેના ઘરેથી અપહરણ કર્યુ હતું. ત્યારબાદ તેને ઝાડ સાથે દોરડાથી બાંધી ઢોર માર માર્યો હતો. ચાર-પાંચ લોકોએ મળીને યુવકને લાકડીથી એટલો ફટકાર્યો હતો કે તેનું મોત નિપજ્યું છે. આ ઘટનામાં પ્રેમી યુવક જયેશ રાવળનું મોત થયું છે. ત્યારે યુવકને માર મારતો વીડિયો પણ સામે આવ્યો છે. ઘટના બન્યા બાદ પાદરા પોલીસ દોડતી થઈ છે. 

આ મામલે પાદરા પોલીસે હત્યા, અપહરણ સહિતની કલમો સાથે ફરિયાદ નોંધી છે. પાદરા પોલીસે કિરણ, મોહન, રમેશ અને કાળીદાસ માળી નામના શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. ગુનો દાખલ થયા બાદ પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. જોકે, યુવતીના પરિવારજનો સજા આપવામાં તાલિબાન કરતાં પણ ક્રુર બન્યા હતા. આરોપીઓએ યુવકને સાડી પણ પહેરાવી હતી. 

આ વિશે વડોદરાના એસપી સુધીર દેસાઈએ માહિતી આપી કે, ઘટના બાદ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. હાલમાં ગામમાં માહોલ ન ડહોળાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આરોપીઓ સામે હત્યા, અપહરણ, માર મારવાની કલમ સાથે ગુનો દાખલ નોંધવામાં આવ્યો છે. કોઈને પણ કોઈ વ્યક્તિને મારવાનો કે હત્યા કરવાનો અધિકાર નથી.  

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments