Homeસિનેમાવાદગુજરાતની છે આ ટેટુ ગર્લ, રૂઢિચુસ્ત પરિવારમાંથી આવતી યુવતી કરાવી ચુકી છે...

ગુજરાતની છે આ ટેટુ ગર્લ, રૂઢિચુસ્ત પરિવારમાંથી આવતી યુવતી કરાવી ચુકી છે ન્યૂડ ફોટો શૂટ, શરીર પર છે આટલા ટેટુ

Team Chabuk-Entertainment Desk:  ટેટુ ગર્લ તરીકે જાણીતી વિશ્વા રાઠોડ ઉર્ફે વિશ રાઠોડ મૂળ ગુજરાતના રાજકોટની છે. 6 જૂલાઈ 1998માં જન્મેલી વિશનું જીવન પહેલાંથી જ સંઘર્ષમય રહ્યું છે. વિશના જન્મના 2 વર્ષ બાદ જ વિશના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા હતા. વિશે તેની માતા સાથે વિતાવેલો સમય બહુ ઓછો છે.

રૂઢીચુસ્ત પરિવારમાં ઉછરેલી વિશ જ્યારે ટીવી જોતી ત્યારે તેને એવું થતું કે આવી પણ એક દુનિયા છે !  કારણ કે વિશના પરિવારની મહિલાઓ માટે નિયમો ખુબ જ કડક હતા. મહિલાના માથા પરથી સાડીનો છેડો ન ઉઠતો. મહિલઓને ઘૂંઘટમાં પણ રહેવું પડતું. જો કે, વિશનું સપનું એવું હતું કે તેને ટીવીમાં આવવું છે.

ધીમે-ધીમે વિશ સ્કૂલે જવા લાગી. મોટી થવા લાગી. જો કે, તે બીજી વિદ્યાર્થિનીઓ કરતાં અલગ હતી. વિશના મિત્રોમાં છોકરીઓ કરતાં છોકરાઓ વધારે હતા. 11માં ધોરણ બાદ વિશનું જીવન બદલાયું. એક ઈન્ટરવ્યૂમાં વિશએ જ સ્વીકાર્યું કે, એક રાત્રે તે બે વાગ્યે રાત્રે ઘરની બહાર હતી. જો કે, તેના પિતાને લાગ્યું કે તે કોઈ છોકરા સાથે ભાગી ગઈ છે. જેને લઈ તેના પિતાએ તેને કહી દીધુ કે તું ભાગી ગઈ છે મને ખબર છે. તું હવે ઘરે ન આવતી. વિશે કહ્યું કે તે રાત્રે તે કોઈ સાથે ભાગી ન હતી પરંતુ ઘરની બહાર જ હતી. ત્યારબાદ બીજા દિવસે વિશને તેના પિતાએ કોર્ટમાં બોલાવી અને સહી લઈ લીધી કે, આજથી તારો અને મારો કોઈ જ સંબંધ નથી. ત્યારબાદ તે એક મંદિરમાં બેથી ત્રણ દિવસ રહી. ત્યારબાદ પોતાની બે જેટલા સોનાના ઘરેણા હતા. તે વેચીને પીજીમાં રહેવા લાગી. આ બાદ તેણે નોકરી શોધી. વિશનો પહેલો પગાર સાડા પાંચ હજાર રૂપિયા હતા. પગાર મેળવીને તે બહુ ખુશ હતી. જો કે, બીજી તરફ ઘરથી છેડો ફાટ્યો હોવાનું દુઃખ પણ હતું.

ત્યારબાદ વિશે ક્યારેય પાછુ વળીને નથી જોયું. તે પહેલાં અમદાવાદ, દિલ્લી અને ત્યારબાદ મુંબઈ આવી ગઈ. મોડલિંગ કર્યું અને જ્યારે ટીકટોક આવ્યું ત્યારે તેને નવી ઓળખ મળી. લોકો વિશ્વાને ટેટુ ગર્લ તરીકે ઓળખવા લાગ્યા. ટીકટોક બેન થયું તો અન્ય સોશિયલ મીડિયા પર પણ તે છવાઈ રહી.

વિશના શરીર પર અંદાજે 50 જેટલા ટેટુ છે. ટેટુની શરૂઆત પણ તેની દુઃખ ભરેલી કહાણીથી જ થઈ. તે જ્યારે મુંબઈ હતી ત્યારે તેને જાણ થઈ કે તેના દાદાનો સ્વર્ગવાસ થયો છે. વિશ દાદાની લાડકી હતી જેથી તેને બહું દુઃખ થયું. તેણે તાત્કાલિક તેના પિતાને ફોન લગાવ્યો અને કહ્યું કે, ઘરમાં કોઈ અઘટીત ઘટના બની છે ?  દાદાને કઈ થયું છે ?  તો સામેથી પિતાએ કહ્યું ના બધુ બરાબર છે. જો કે, તેનું મન ન માન્યું એટલે તે ઘરે પહોંચી ગઈ. જો કે, ઘરના લોકોએ તેને ફરી ન સ્વીકારી અને અપમાન કરીને કાઢી મુકી. આ વાતથી તે ખુબ દુઃખી થઈ અને પરત ફરી અને હાથ પર પહેલું ટેટું કરાવ્યું. ‘મીસ યુ ગ્રાન્ડપા’. વિશ્વા મહાદેવની ભક્ત છે એટલે તેણે મહાદેવનું ટેટું બનાવ્યું. ત્યારબાદ તો હાથ, પગ, ગળા અને પીઠ પર અનેક ટેટું કરાવ્યા.

મોડેલિંગની દુનિયામાં પણ તે ખુબ આગળ વધી ગઈ. એટલું કે તેણે ન્યૂડ ફોટો શૂટ પણ કરાવ્યા. આ ફોટો બાદ તેની ખુબ ટીકા પણ થઈ. જો કે, કેટલાય લોકોએ તેને સપોર્ટ પણ કર્યો. બીજી તરફ આ બધાની ચિંતા કર્યા વગર વિશ તો બિન્દાસ્ત જ હતી. મતલબ કે તેને જે સાચુ લાગે તે વિશ કરે છે. વિશ કહે છે કે, જો તેને સુપરપાવર મળે તો તે સામેવાળાના મગજમાંથી કચરો કાઢી નાખશે. મતલબ કે તેની જોવાની ગંદી નજરને દૂર કરશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments