Team Chabuk-Gujarat Desk: ભારત સરકારની નેશનલ હેલ્થ મિશનની વિવિધ યોજનાના લાભાર્થીઓને વિના વિલંબે પારદર્શીતાથી સીધા જ નાણા સહાય પુરા પાડવાની દેશભરમાં ગુજરાતે પ્રથમ પહેલરૂપ પદ્ધતિનો પ્રારંભ કર્યો છે.
કઈ કઈ યોજનાનો સમાવેશ?
નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભારત સરકાર રાજ્યને ઇમરજન્સી કોવિડ રિસ્પોન્સ પેકેજ, આયુષ્યમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન તેમજ 15માં નાણાં પંચ એમ વાર્ષિક અંદાજે 4000 કરોડ રૂપિયા વિવિધ આરોગ્ય કાર્યક્રમો-યોજનામાં સહાય-સહયોગ પુરો પાડે છે. આવી વિવિધ પાયાની આરોગ્ય યોજનાકીય જેમાં રાષ્ટ્રીય બાલિકા સુરક્ષા યોજના, ટી. બી રોગ નિયંત્રણ અને સારવાર માટે ની દવાઓ, અંધત્વ અને દૃષ્ટી ખામી નિવારણ વગેરે માટેની સહાય નાગરિકોને સરળતાએ મળી રહે તે માટે સ્ટેટ નોડલ એજન્સી SNAની ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશમોડેલ-2ના દેશમાં સૌ પ્રથમ અપનાવાયેલ આ મોડેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોંચિંગ કર્યું છે.
એક જ સપ્તાહમાં કામ
આ મોડેલના પરીણામે હવે યોજનાકીય લાભો, સહાયના નાણા, એટ સિંગલ ક્લિક સીધા જ લાભાર્થીઓનાં બેન્ક ખાતામાં પહોંચી શકશે. સામાન્યત: હાલ જે સહાય લાભાર્થી ને અંદાજે ચાર-પાંચ સપ્તાહમાં મળે છે તે એક જ સપ્તાહમાં મળતી થઇ જશે. આ પ્રકારનું નવીન મોડલ-2 લોંચ કરનાર ગુજરાત દેશમાં એકમાત્ર રાજ્ય ગુજરાત છે.
સીધી બેંકમાં સહાય જમા
નેશનલ હેલ્થ મિશનની વિવિધ પાયાની આરોગ્ય યોજનાકીય સહાય નાગરિકોને સરળતાએ મળી રહે તે માટે રાજ્ય દ્વારા આ ફંડનું યોગ્ય આયોજન કરીને કેન્દ્ર સરકારના બજેટ માટે દરખાસ્ત કરાય છે. તદ્અનુસાર ફાળવવામાં આવતી રકમ અત્યાર સુધી રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ સંસ્થાઓને તેમના જુદા-જુદા બેંક ખાતામાં અપાતી હતી. પરીણામે વિભાગીય, જિલ્લા, તાલુકા કક્ષા સુધી ગ્રાન્ટ-સહાય ફાળવણીમાં પણ વિલંબને કારણે લાભાર્થીને મળતી સહાય –લાભ પહોચાડવામાં સમય જતો હતો.
સિંગલ નોડલ એજન્સી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના દિશા દર્શનમાં રાજ્યના આરોગ્ય વિભાગે કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ CSS અન્વયેના ફંડ માટે ફાળવણી અને દેખરેખની કામગીરી હેતુસર, સિંગલ નોડલ એજન્સી SNA તરીકે સ્ટેટ હેલ્થ સોસાયટી ગાંધીનગરને નિયુક્ત કરીને આ ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન મોડેલ-2 નો પ્રારંભ કર્યો છે.
કેવી રીતે કરશે વર્ક?
દેશભર માં એક માત્ર ગુજરાતે શરુ કરેલા આ મોડેલના કારણે તમામ નાણાકીય વ્યવહારો-પ્રોસેસ, પી.એફ.એન.એસ પોર્ટલ પર આપોઆપ પ્રોસેસ થશે. એટલું જ નહીં, વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મળતી સહાયની વિગતોનું રીયલ ટાઇમ મોનિટરીંગ થશે. રાજ્યના જરૂરીયાતમંદ નાગરિકોને મળવાપાત્ર એવા નેશનલ હેલ્થ મિશનના લાભો, વિના વિલંબે અને સીધા જ બેન્ક ખાતામાં ઇલેક્ટ્રોનિક ડિજિટલ સાઈન થી મળતા થવાથી, પારદર્શિતાને વેગ મળતા ‘ગુડ ગવર્નન્સ ઇન હેલ્થ સેક્ટર’ સાકાર થશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
