Homeગુર્જર નગરીવડોદરાની SSG હોસ્પિટલના NICU બહાર મીટરમાં આગ, 35 બાળકો, સ્ટાફનો જીવ જોખમમાં...

વડોદરાની SSG હોસ્પિટલના NICU બહાર મીટરમાં આગ, 35 બાળકો, સ્ટાફનો જીવ જોખમમાં મુકાયો, મોટી દુર્ઘટના ટળી

Team Chabuk-Gujarat Desk: વડોદરાની SSG હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં NICUની બહાર મીટરમાં શોર્ટસર્કિટ થયા બાદ આગ લાગતા અફરાતફરી મચી ગઈ. જો કે, આગ વધુ પ્રસરે તે પહેલાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

મીટરમાં આગ લાગતાં NICUમાં સારવાર લઈ રહેલાં 35 જેટલાં બાળકોના પરિવારજનોના જીવ અધ્ધર થઈ ગયા હતા. ત્યારબાદ સાવચેતીના ભાગરૂપે NICUનાં તમામ બાળકોને બીજા વોર્ડમાં શિફ્ટ કરી દેવાયા હતા. સારવાર લઇ રહેલા એક બાળકની માતાએ કહ્યું કે, ધડાકો સંભળાતાં હું મારા સારવાર લઇ રહેલા દીકરાને લઇ વોર્ડની બહાર નીકળી ગઇ હતી.

સયાજી હોસ્પિટલમાં વોર્ડ નંબર-17માં પીડિયાટ્રિક વિભાગ આવેલો છે. આ વોર્ડના બીજા માળે NICU છે. આ વોર્ડમાં 35 બાળક સારવાર લઇ રહ્યાં હતાં. દરમિયાન રાત્રે 10 વાગ્યાના સુમારે NICUની બહાર આવેલા મીટરમાં શોર્ટસર્કિટ થવાને કારણે ધડાકો થયો હતો અને લાઇટ બંધ થઇ ગઇ હતી. લાઇટો ગૂલ થતાં અને મીટરમાં સ્પાર્ક થવાને કારણે આગનાં તણખાં ઝરતાં વોર્ડમાં સારવાર લઇ રહેલાં નવજાત બાળકો સહિત 10થી 13 વર્ષની ઉંમરનાં બાળકોનાં માતા-પિતાના જીવ તાળવે ચોંટ્યા હતા.

આગના કારણે વોર્ડમાં ફરજ બજાવતા તબીબો, નર્સ તેમજ અન્ય સ્ટાફમાં પણ ગભરાટ ફેલાઈ ગયો હતો. વોર્ડની નર્સો અને તબીબો દ્વારા પણ નવજાત બાળકોને સાવચેતીપૂર્વક બીજા વોર્ડમાં લઇ ગયાં હતાં. કેટલાંક બાળકોને દવાની બોટલ ચાલતી હોવાથી તેમને ચાલુ બોટલો સાથે બીજા વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યાં હતાં. આગ લાગતાં જ સ્ટાફનો પણ જીવ જોખમમાં મુકાયો હતો.

ફાયરબ્રિગેડના આસિસન્ટન્ટ સબ ફાયર ઓફિસર ક્રિષ્ના સોલંકીએ જણાવ્યું હતું કે NICUની બહાર લગાવવામાં આવેલા મીટરમાં સ્પાર્ક થયું હતું. મોટી આગ ન હતી. મીટરમાં પાણીમારો ચલાવી આગ બુઝાવી દેવામાં આવી છે. કોઇ જાનહાનિ નથી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments