Homeદે ઘુમા કેT20 World Cup 2022 ZIM vs PAK : હાર બાદ ફેન્સે લીધી...

T20 World Cup 2022 ZIM vs PAK : હાર બાદ ફેન્સે લીધી પાકિસ્તાની ક્રિકેટ ટીમની ફિરકી, હસી હસીને પેટમાં દુઃખી જશે

Team Chabuk-Sports Desk: પાકિસ્તાનની ક્રિકેટ ટીમને 27 ઓક્ટોબરે T20 World Cup 2022માં ઝિમ્બાબ્વે સામે શરમજનક હાર મળી. ટી-20 વર્લ્ડ કપની પોતાની બીજી મેચમાં પાકિસ્તાન માત્ર 1 રનથી હાર્યું. આ હાર સાથે જ હવે પાકિસ્તાનની ટીમને સેમીફાઈનલમાં પહોંચવું મુશ્કેલ બન્યું છે.

બીજી તરફ પાકિસ્તાનની હાર પર સોશિયલ મીડિયા પર લોકો પાકિસ્તાની ક્રિકેટર્સની ફિરકી લઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર રમૂજ વીડિયો અને મિમ્સ વાયરલ થઈ રહ્યા છે. જેના પર લોકો હસી હસીને લોટપોટ થઈ જાય તેવી કોમેન્ટ્સ કરી રહ્યા છે.

ટ્વીટર પર એક ટ્વીટર યુઝર લખે છે કે, પાકિસ્તાન કરાચી એરપોર્ટ જવા માટે ક્વોલિફાય થઈ ગયું છે.

એક યુઝરે લખ્યું કે આજની મેચ બાદના પાકિસ્તાનથી તાજા દ્રશ્યો.

એક અન્ય ટ્વીટર યુઝરે આ ફોટો મુકીને પાકિસ્તાની ક્રિકેટ ટીમની ફિરકી લીધી.

એક યુઝરે પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમનો ફોટો પોસ્ટ કરીને લખ્યું છે કે, આજે તો હું પણ નવાઝને ટાર્ગેટ કરીશ. મહત્વનું છે કે, ભારત સામે હાર્યા બાદ બાબર આઝમે નવાઝને આશ્વાસન આપ્યું હતું અને તેને મેચ વિનર ગણાવ્યો હતો.

અને છેલ્લે એક યુઝર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, તમે રડવાનું બંધ કરો. મારા સુધી અવાજ પહોંચી રહ્યો છે.

મહત્વનું છે કે, આ વીડિયો ઓલિમ્પિક દરમિયાનનો છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય હોકી ટીમને આશ્વાસન આપી રહ્યા છે જેઓ બ્રોન્ઝ મેડલથી ચુકી ગયા હતા. જો કે, આ વીડિયોના ટૂકડાને યુઝર્સે પાકિસ્તાની ટીમની હાર સાથે જોડી દીધો હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments