Homeદે ઘુમા કેT20 World Cup 2022: જો 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે હાર્યા હોત તો...

T20 World Cup 2022: જો 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે હાર્યા હોત તો ભારતનો આ ખેલાડી નિવૃતિ લઈ લેત

Team Chabuk-Sports Desk: T20 World Cup 2022ની અત્યાર સુધીની સફર રોમાંચક રહી છે. આ વખતે ઘણા ઉલટફેર જોવા મળ્યા છે. ભારતીય ટીમ (Team India ) T20 World Cupમાં ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે. ટુર્નામેન્ટની પ્રથમ બંને મેચમાં ભારતે વિજય મેળવ્યો છે. પાકિસ્તાન સામે 23 ઓક્ટોબરે 4 વિકેટે જીત મેળવ્યા બાદ 27 ઓક્ટોબરે રમાયેલી નેધરલેન્ડ સામેની મેચમાં પણ ભારતે જીત મેળવી છે. ભારતે નેધરલેન્ડને 56 રને હરાવ્યું હતું. હવે સતત ત્રીજી મેચ જીતી ભારતીય ટીમ (Team India ) સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કુ કરી શકે છે.

પાકિસ્તાન સામે રમાયેલી મેચ છેલ્લી ઓવરોમાં ખૂબ રસાકસી વાળી રહી. મેચ છેલ્લા બોલ સુધી પહોંચી અને આખરી ક્ષણે ભારતીય ટીમે વિજય મેળવ્યો. મેચ બાદની એક બાદ એક વાત સામે આવી રહી છે જેના પરથી ખેલાડીઓ માટે પણ મેચના મહત્વને સમજી શકાય છે.

હવે ટીમના સ્ટાર ખેલાડી આર અશ્વિનનું એક નિવેદન સામે આવ્યું છે જેને લઈને ફેન્સ ચોકી ગયા છે. (Team India ) ભારતીય ટીમના ખેલાડી રવિચંદ્રન અશ્વિને તાજેતરમાં કહ્યું છે કે જો ભારતને પાકિસ્તાન સામે હાર મળી હોત તો હું નિવૃત્તિ જાહેર કરવાનો હતો. તેણે આગળ કહ્યું કે, જો મેચ હાર્યા હોત તો હું હારનું કારણ બનું તેમ હતો. જો નવાઝનો બોલ ટર્ન કરીને મારા પેડ પર વાગ્યો હોત તો હું આઉટ થયો હોત પરંતુ તે વાઇડ ગયો હતો અને અમને ફાયદો થયો હતો. જેથી મારી કારકિર્દી બચી છે નહીંતર હું નિવૃત્તિ જાહેર કરવાનો હતો.

પાકિસ્તાન સામેની મેચમાં છેલ્લે કટોકટીની સ્થિતિ જોવા મળી હતી. આ સમયે રવિચંદ્રન અશ્વિન મેદાન પર રમી રહ્યો હતો. તેણે ચાલાકી વાપરી અંતિમ ઓવરના છેલ્લા બોલને વાઈડ જવા દીધો જેના કારણે ટીમને એક રન મળ્યો અને વધારાનો બોલ પણ.

હવે પાકિસ્તાન અને નેધરલેન્ડ સામે જીત મેળવ્યા બાદ ભારતીય ટીમ (Team India ) 30 ઓક્ટોબરના રોજ સાઉથ આફ્રિકા સામે ટકરાવાની છે. આ મેચ જીતીને ભારતીય ટીમ સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવી શકે છે. ત્યારબાદ એક મેચ ઝિમ્બાબ્વે સામે રમવાની છે. એટલે કહી શકાય કે, ભારતીય ટીમ ફરી એકવાર T20 World Cup જીતવા તરફ આગળ વધી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments